UP વિધાનસભામાં આઝમ ખાનને સમર્થન આપવા વિપક્ષના ધારાસભ્યો શેરવાની પહેરી પહોંચ્યા

  • vatannivat
  • 24-02-2023 08:21 AM

- સપાના વડા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત વિપક્ષમાં બેઠેલા ધારાસભ્યો શેરવાની પહેરીને આવ્યા 

- નેતા આઝમ ખાનને સમર્થન આપવા માટે આ પદ્ધતિ અપનાવામાં આવી: ધારાસભ્યો

- યુપીના બજેટમાં કોઈ સમસ્યાનું સમાધાન કરવામાં આવેલ નથી: અખિલેશ યાદવ 

સપાના ધારાસભ્યો વિધાનસભામાં શેરવાની પહેરીને આવ્યા 

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે પોતાના બીજી વખતના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી સુરેશ ખન્નાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન સપાના વડા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત વિપક્ષમાં બેઠેલા મોટાભાગના સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો શેરવાની પહેરીને આવ્યા હતા. આમતો કોઈ ધારાસભ્ય કંઈપણ પહેરે તેના પર ચર્ચા થતી નથી, પરંતુ સપાના ધારાસભ્યોએ શેરવાની પહેરી તેની પાછળ એક કારણ છે 


અખિલેશ યાદવ પણ લાલ ટોપીની સાથે કાળી શેરવાની પહેરીને આવ્યા

સપા ધારાસભ્ય વરિષ્ઠ નેતા મોહમ્મદ આઝમ ખાનના સમર્થનમાં ગૃહની અંદર શેરવાની પહેરીને આવ્યા હતાં. આ દરમિયાન સપા અધ્યક્ષ અને વિરોધ  પક્ષના નેતા અખિલેશ યાદવ પણ લાલ ટોપીની સાથે કાળી શેરવાની પહેરીને આવ્યા હતાં. ધારાસભ્યોનું કહેવુ એવું હતું કે આ તેમના નેતા આઝમ ખાનને સમર્થન આપવા માટે આ પદ્ધતિ અપનાવામાં આવી છે. આઝમ ખાને ફકત રાજય વિધાનસભાની સભ્ય પદ ગુમાવ્યું એટલું જ નહીં મતદાનનો અધિકાર પણ ગુમાવી દીધો છે. આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમે પણ પોતાનું સભ્ય પદ અને મતદાનનો અધિકાર ગુમાવી દીધો છે. 

અખિલેશ યાદવે યોગી સરકારના સાતમા બજેટને કહ્યું દિશાહીન  

સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકારના સાતમા બજેટને દિશાહીન બજેટ બતાવ્યું અને કહ્યું કે યોગી સરકારનું આ સાતમુ બજેટ દિશાહીન છે. આ બજેટમાં કોઇ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી અને ખેડૂતોને નિરાશ કરવામાં આવ્યા છે. આ બજેટ યુવાનો અને મહિલાઓને નિરાશ કરે તેવું જોવા મળ્યું છે. અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર એક ટ્રિલિયન અર્થવ્યવસ્થાની વાત કરે છે. ત્યારે આ સરકારના નાણાં મંત્રી અને મુખ્યમંત્રી  બતાવે કે કંઇ ગતિથી યુપીની અર્થવ્યવસ્થા હોવી જોઇએ. જે ગતિથી અર્થવ્યવસ્થા હોવી જોઇએ જે દેખાતી નથી.