યુનિફોર્મ સિવિલ કોડ અંગે નીતિન ગડકરીનું ટિપ્પણી, જાણો શું કહ્યું

  • vatannivat
  • 10-12-2022 07:58 AM

- તમામ ધર્મની મહિલાઓને સમાન અધિકાર મળવો જોઈએ : ગડકરી

- વિશ્વના કયા મુસ્લિમ દેશમાં બે નાગરિક સંહિતા છે? : નીતિન ગડકરી

આપણે સાથે મળીને દેશનો વિકાસ કરવો જોઈએ : કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી

કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી કરી રહી છે. તે અંગે સંસદનાં શિયાળુ સત્રમાં બિલ પણ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ગડકરીએ દિલ્હીમાં એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે જો કોઈ પુરુષ કોઈ મહિલા સાથે લગ્ન કરે તો તે સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ચાર વખત લગ્ન કરે તો તે અકુદરતી છે. તેથી જ પ્રગતિશીલ અને શિક્ષિત મુસ્લિમો આવું કરતા નથી. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ વધુમાં કહ્યું કે સમાજમાં ગુણાત્મક પરિવર્તન આવવું જોઈએ. તે કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી. આપણે સાથે મળીને દેશનો વિકાસ કરવો જોઈએ.

કયા મુસ્લિમ દેશમાં મહિલાઓ માટે ધર્મના આધારે કાયદો બનાવવામાં આવ્યો છે?: ગડકરી

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કોઈપણ ધર્મની મહિલાઓ, પછી તે હિંદુ, મુસ્લિમ કે શીખ હોય, તેમને સમાન અધિકાર મળવો જોઈએ. કેન્દ્રીય મંત્રીએ એમ પણ પૂછ્યું હતું કે વિશ્વના કયા મુસ્લિમ દેશમાં બે નાગરિક સંહિતા છે? કયા મુસ્લિમ દેશમાં મહિલાઓ માટે ધર્મના આધારે કાયદો બનાવવામાં આવ્યો છે? તો પછી ભારતમાં શા માટે?

જો રાજ્યો અને તમામ પક્ષો સામૂહિક નિર્ણયો લે તો માનવતા અને દેશ માટે સારું : નીતિન ગડકરી

જો કેન્દ્ર સરકાર કોઈ મુદ્દા પર નિર્ણય લે છે અને રાજ્યો વાંધો ઉઠાવે છે, તો જે સંદેશ જશે તે સારો રહેશે નહીં કારણ કે એક સમવર્તી સૂચિ છે. તેથી મને લાગે છે કે જો રાજ્યો અને તમામ પક્ષો સામૂહિક નિર્ણય લે તો તે માનવતા અને દેશ માટે સારું રહેશે.