કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાયપુરમાં યોજાશે, હાથથી હાથ જોડોના નારા સાથે આવશે કોંગ્રેસ

  • vatannivat
  • 22-02-2023 07:42 AM

- કોંગ્રસનો રાયપુર અધિવેશન પક્ષને દિશા દેવાનો મહત્વનો પડાવ 

- આ અધિવેશનમાં મહિલાઓને એક તૃતીયાંશ ટિકિટ દેવાનો વિચાર કરવામાં આવી રહેલો છે 

કોંગ્રસ આ અધિવેશન પહેલા ભાજપના રાજકારણનો સામનો કેવી રીતે કરશે તેનો વિચારવિમર્શ કરશે 

રાયપુરમાં કોંગ્રેસનું અધિવેશન 24મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે જેમાં પક્ષને નવી દિશા આપવામાં મહત્ત્વનો પડાવ સાબિત થઈ શકે છે. આ અધિવેશનના બીજા દિવસે કોંગ્રેસનો રાજકીય પ્રસ્તાવ આવશે, જેમાં મુખ્યત્વે ભાજપના કથિત રાષ્ટ્રવાદ અને આક્રમક રાજકારણ પર પ્રહાર કરવામાં આવશે. આ અધિવેશન પહેલા કોંગ્રેસ થિંક ટેન્ક દિલ્હીમાં આ અંગે વિચારવિમર્શ કરી રહી છે કે, કેવી રીતે આપણે ભાજપના રાજકારણનો સામનો કરી શકીએ. આ કડીમાં કોંગ્રેસ હવે હાથથી હાથને જોડોનો નારો આપીને સમગ્ર દેશમાં નવા રૂપમાં તેમના રાજકારણને આગળ વધારશે. આ રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાનું આગામી પગલું પણ હશે. 

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીએ આપ્યો હતો નારો 

મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર કોંગ્રેસનું સંપૂર્ણ અધિવેશન થવા જઈ રહ્યું છે. તેમાં મુખ્યત્વે આર્થિક વિષમતાઓ, સામાજિક ધ્રુવીકરણ અને ભાજપની રાજકીય સરમુખત્યારશાહી જેવા અનેક વિષયની ચર્ચા કરવામાં આવશે. હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી મામલો જે રીતે સામે આવ્યો છે, તે કોંગ્રેસ માટે મોટું હથિયાર સાબિત થઇ રહ્યુ છે. આ મામલે સમગ્ર દેશમાં અભિયાન ચલાવીને મોદી સરકારનો જવાબ માંગવાનો પ્રસ્તાવ પણ પસાર થઇ શકે તેવી સંભાવના રહેલી છે. મહિલાઓને એક તૃતિયાંશ ટિકિટ આપવાનો વિચાર કોંગ્રેસ મહિલાઓને તેમની સાથે જોડવા બંધારણમાં ફેરફાર કરી શકે છે. તેમાં ચૂંટણીમાં મહિલાઓને પણ એક તૃતિયાંશ ટિકિટ આપવાનો વિચાર થઇ રહ્યો છે. આ અંગે રાયપુર અધિવેશનમાં અંતિમ નિર્ણય લેવાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીએ આ વ્યૂહનીતિ અપનાવી તેમાં નારો આપ્યો હતો કે, ‘હું મહિલા છું, લડી શકું છું.’

કાર્યસમિતિનું રાયપુર અધિવેશનમાં નવું સ્વરૂપ આવી શકે છે

તે નારાનું રાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરણ કરવાના મુદ્દા અંગે અધિવેશનમાં ચર્ચા થઇ શકે છે. કોંગ્રેસ કાર્યસમિતિનું નવું સ્વરૂપ નક્કી થઇ શકે છે. રાયપુર અધિવેશનમાં કોંગ્રેસ કાર્યસમિતિનું નવું સ્વરૂપ આવી શકે છે. પહેલા પણ આ માટે આશંકા વ્યક્ત કરાઇ હતી કે, કાર્યસમિતિ માટે ચૂંટણીની નોબત આવશે, પરંતુ હવે તેની શક્યતાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં નવી કાર્યસમિતિ માટે સર્વસંમતિથી જ નામ પસંદ કરાશે તેવા સંકેત જોવા મળે છે.