કોઈમ્બતુર સિલેન્ડર બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી

  • vatannivat
  • 16-02-2023 10:58 AM

- NIAએ દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 60 સ્થળે દરોડા પાડ્યા 

- સિલિન્ડર બ્લાસ્ટનું મોટું ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું, જે નિષ્ફળ રહ્યું   

NIAએ દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કોઈમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો - તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 60 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ એજન્સીએ આ દરોડા આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા શંકાસ્પદોની ધરપકડ કરવાના સંદર્ભમાં કરાયા હતા.

કોઈમ્બતુરમાં મંદિરની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની NIA દ્વારા તપાસ 

NIA દિવાળીની પૂર્વ સંધ્યાએ કોઈમ્બતુરમાં મંદિરની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની સતત તપાસ કરી રહી છે. કાર બોમ્બ વિસ્ફોટમાં કથિત માનવ બોમ્બ જમીશામુબીનનું મોત થયું હતું. કારમાં રહેલું LPG  સિલિન્ડર ફાટ્યું હતું. આ ઘટનાસ્થળેથી નખ, આરસ અને શ્રાપનલ મળી આવ્યા હતા. તેમના વિશે એવો દાવો કરાયો હતો કે, સિલિન્ડર ભર્યા બાદ બ્લાસ્ટનું મોટું ષડયંત્ર રચાયું હતું પરંતુ તે નિષ્ફળ ગયું. આ બ્લાસ્ટ 23 ઓક્ટોબરની વહેલી સવારે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુબીન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતો. વર્ષ 2019માં NIA અધિકારીઓ દ્વારા આતંકવાદી સંબંધો અંગે તેમની પૂછપરછ કરાય હતી અને આ બ્લાસ્ટના મુખ્ય આરોપીઓમાં પણ તેનું નામ પણ સામેલ છે.