મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે NCP નેતાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 27-01-2023 07:14 AM

- મહારાષ્ટ્રમાં સમય પહેલા થઇ શકે છે ચૂંટણી : સુપ્રિયા સુલે 

- દેવેન્દ્ર ફડણવીસ સામ-દામ-દંડ-ભેદથઈ ચૂટણી લડવામાં ભરોષો રાખે છે : NCP સાંસદ

વર્તમાન સરકારમાં વિશ્વાસની કમી

વરિષ્ઠ એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્‌માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. તેનું મોટુ કારણ એ છે કે, વર્તમાન સરકારમાં વિશ્વાસની કમી છે. સિપ્રિયા સુલેએ કહ્યુ કે, પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂટણી પહેલા પણ થઇ શકે છે. કઇ પણ શક્ય છે. જે ચાલી રહ્યુ છે તેમા કઇ જોઇ નથી શકાતુ. હુ તેમા વધારે અસંતોષ જોઇ રહી છુ. 

તસવીર સારી આવવાનો અર્થ એ નથી કે, હાલાત સારી છે 

સાંસદ સુ્‌પ્રિયા સુલેએ વધુમાં કહ્યુ કે, એક સમાનાંતર સંગઠન કામ કરી રહ્યું છે જે નિર્ણય લઇ રહ્યુ છે. મે પ્રેસમાં સાંભળ્યુ છે કે, સેક્રેટરી પોતાની ટ્રાન્સફર માટે જઇ રહ્યા છે. છ વિભાગોને એક આદમી ચલાવી રહ્યો છે. એક વ્યક્તિ પાસે તમામ પાવર આવી ગઇ છે. આ લોકોમાં ચિંતા અને ભરોસાની કમી જોવા મળી રહી છે. મહાવિકાસ ચૂંટણી લડશે તેના પર સુલેએ કહ્યુ કે, ચૂટણી થશે તો મહાગઠબંધન સારુ કરી શકે છે. એનસીપી સાંસદે જણાવ્યું હતું કે, આ જોડાણ સત્તાની લાલચમાં થયું હતું. તસવીર સારી આવવાનો અર્થ એ નથી કે, હાલાત સારી છે. જ્યારે લોકો વધારે હસે છે તો ચિંતા વધારે હોય છે. આપણે આમ લોકોના મુદ્દાને આગળ લાવવાની જરૂર છે. રોજગાર, મોઘવારી, અર્થવ્યવસ્થા જેવા મુદ્દા પર ચર્ચા કરવી જોઇએ, લવ જેહાદ જેવા અને હિન્દુત્વ જેવા મુદ્દાથી કઇ નહી થાય. 

વિપક્ષ એકજુટ થાય છે તો ભાજપા માટે ઘણી મુશ્કેલી બની શકે છે

સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે આપણે આ લોકોના પ્રોપેગેડાનો જવાબ આપવો જોઇએ. જો વિપક્ષ એકજુટ થાય છે તો ભાજપા માટે ઘણી મુશ્કેલી બની શકે છે. દેવેન્દ્ર ફડણવીસ સામ-દામ-દંડ-ભેદથઈ ચૂટણી લડવામાં ભરોષો રાખે છે. મને સમજ નથી આવતી કે, પાછલા ૬ મહિનામાં કોઇ ફેરબદલ કેમ નથી થઇ. ભાજપ વિપક્ષ પર વાતો કરે છે. પીએમ મોદી પરિવારવાદ પર વાત કરે છે. હુ આશ્ચર્યચકિત હતી કે, તેમણે મુંબઇમાં આ મુદ્દો કેમ ના ઉઠાવ્યો.