ગુજરાતમાં NCPને ઝટકો, NCP નેતા રેશ્મા પટેલ AAPમાં જોડાયા

  • vatannivat
  • 17-11-2022 07:30 AM

- રેશ્મા પટેલે ટોપી અને ખેસ પહેરી વિધિવત AAPમાં પ્રવેશ કર્યો

- રાઘવ ચડ્ડાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા 

રેશ્મા પટેલે NCPના તમામ સભ્યોપદેથી રાજીનામું આપ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જાેરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. સાથોસાથ જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓનાં રાજ્યમાં પક્ષપલટાની મોસમ પણ જામી છે. ચૂંટણી માહોલ દરમિયાન ટિકિટને લઈને ઉમેદવારોની નારાજગી તથા વિરોધ પણ સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધુ છે. રેશ્મા પટેલે એનસીપીના તમામ સભ્યોપદેથી રાજીનામું આપી દીધુ છે. 

રેશ્મા પટેલે NCPમાંથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી

રાજીનામુ આપ્યા બાદ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડાની હાજરીમાં ટોપી અને ખેસ પહેરી વિધિવત પ્રવેશ કર્યો હતો. રેશ્મા પટેલે એનસીપીથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી પરંતુ એનસીપી અને કોંગ્રેસના ૩ બેઠકના ગઠબંધનને કારણે ટિકિટ મળવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો તેથી તેઓ આ ગઠબંધનથી નારાજ હતા. 

કાંધલ જાડેજાએ પણ NCP છોડી

નોંધનીય છે કે અગાઉ કાંધલ જાડેજાએ પણ પોતાની નારાજગીના કારણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. કાંધલ જાડેજા છેલ્લા ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય હતા. કાંધલ જાડેજા ૨૦૧૨માં એનસીપીમાં જાેડાયા હતા.