NCP-કોંગ્રેસે રાજ્યસભામાં કામકાજ અટકાવવાની નોટિસ આપી, જાણો કારણ

  • vatannivat
  • 08-12-2022 06:56 AM

- NCP સાંસદ વંદના ચવ્હાણે અને કોંગ્રેસ સાંસદ રજની પાટીલે રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવ આપ્યો

- મહારાષ્ટ્ર રાજ્યપાલ પર મહારાષ્ટ્રનું અપમાન કરવાના આરોપ મુદ્દે આપ્યો પ્રસ્તાવ

NCP અને કોંગ્રેસે ગૃહની કાર્યવાહી અટકાવીને આ મુદ્દે ચર્ચાની માંગ કરી

સંસદના ચાલુ થયેલ સત્રના બીજા દિવસે આજે NCP અને કોંગ્રેસે રાજ્યસભામાં કામકાજ અટકાવવાની નોટિસ આપી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર મહારાષ્ટ્રના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવતા NCP અને કોંગ્રેસે ગૃહની કાર્યવાહી અટકાવીને આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે.

રાજ્યપાલ ઉપર મહારાષ્ટ્રના નાયકોનું અપમાન કરવાનો આરોપ

NCPના સાંસદ વંદના ચવ્હાણ દ્વારા નિયમ 267 હેઠળ રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપીને એવી માંગ કરવામાં આવી છે કે માત્ર મહારાષ્ટ્રના જ નહીં પરંતુ દેશના પ્રતિષ્ઠિત નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યના લોકોનું અપમાન થઈ રહ્યું છે. તેમણે રાજ્યપાલ પર મહારાષ્ટ્રના નાયકોનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

કોંગ્રેસે પણ કરી માંગ

ત્યારે માત્ર NCP જ નહીં બીજી તરફ કોંગ્રેસ સાંસદ રજની પાટીલે પણ રાજ્યસભામાં નિયમ 267 હેઠળ આવી જ નોટિસ આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણી પર ચર્ચા થવી જોઈએ.