ભાજપમાં બીફ ખાવા અંગે મેઘાલય ભાજપ અધ્યક્ષનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 21-02-2023 10:20 AM

- ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી, હું પોતે ખાઉ છું, આ અમારી સંસ્કૃતિ છે : મેઘાલય ભાજપ અધ્યક્ષ અર્નેસ્ટ માવરી

- મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી

પાર્ટી કોઈ જાતિ, પંથ અથવા ધર્મ વિશે વિચારતી નથી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ

મેઘાલયમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ ગરમાયેલો છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મેઘાલય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અર્નેસ્ટ માવરીના નિવેદનનાં કારણે મેઘાલયમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. માવરીએ ચૂંટણી પહેલા ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ માવરીએ જણાવ્યું હતું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તે ખુદ બીફ ખાય છે અને તેનાથી કોઈને કંઈ સમસ્યા નથી. ભાજપની અંદર કોઈ સમસ્યા નથી. પાર્ટી કોઈ જાતિ, પંથ અથવા ધર્મ વિશે વિચારતી નથી. આપણે જે ઈચ્છીએ તે ખાઈ શકીએ છીએ, આ અમારા ખાવાની આદતમાં સામેલ છે. કોઈ રાજકીય પાર્ટીને તેનાથી સમસ્યા હોવી જોઈએ નહીં. 

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તમામ સીટ ઉપર ઉમેદવાર ઉતારશે

મેઘલાય ભાજપ પ્રદેશાધ્યક્ષ હિન્દુ ધર્મમાં તો ગાયને પવિત્ર માનવામાં આવે છે તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેઓ પોતાના ભોજનની આદતોનું પાલન કરે છે. અને તેના પર કોઈ પ્રતિબંધ નથી, તેને લઈને અમને કોઈ નિર્દેશ મળ્યા નથી. માવરીએ વધુમાં કહ્યું કે, મેઘાલયમાં સૌ કોઈ બીફ ખાય છે. રાજ્યમાં તેના પર કોઈ પ્રતિબંધ નથી. આ અમારી આદત અને સંસ્કૃતિ છે. બીફ સાથે જોડાયેલ વિવાદ પર ટિપ્પણી કરવા ઉપરાંત માવરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાને લઈને વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યની તમામ 60 સીટો પર ઉમેદવાર ઉતારશે.