મમતા બેનર્જીનો કેન્દ્ર સરકાર ઉપર મોટો આરોપ, જાણો શું આરોપ લગાવ્યો

  • vatannivat
  • 12-01-2023 10:04 AM

- કેન્દ્ર સરકારે મનરેગા ફંડના ૭,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકી દીધા છે : મમતા બેનર્જી

- નવેમ્બર મહિનામાં મમતાએ વડાપ્રધાન સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી 

છેલ્લે કેન્દ્ર સરકારે 2021માં ફંડને મંજૂરી આપી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનિયમિતતાઓની તપાસ કરવા માટે પશ્ચિમ બંગાળમાં એક કેન્દ્રીય ટીમ પ્રવાસ પર છે. જો કે તેને લઇ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ એક બીજા પર આરોપ લગાવી રહ્યાં છે. જયારે રાજયમાં પંચાયત ચુંટણી પહેલા કેન્દ્ર સરકારની એક વધુ યોજનાને લઇ ગરમી વધી રહી છે. ગત વર્ષથી પશ્ચિમ બંગાળને મનરેગાના બાકી વળતરના કેન્દ્ર દ્વારા અંતિમ રીતે મંજુરી આપવામાં આવી નથી. ૨૬ ડિસેમ્બર ૨૦૨૧એ અંતિમ વાર મંજુરી આપવામાં આવી હતી. TMC સરકારે આ મુદ્દાને વારંવાર ઉઠાવ્યો છે. તાજેતરમાં નરેગા સંધર્ષ મોરચો જે યોજનાથી જોડાયેલ મુદ્દાને ઉઠાવે છે તેણે કેન્દ્ર સરકાર પર પશ્ચિમ બંગાળને મનરેગા ફંડના ૭,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકવાનો આરોપ લગાવ્યો છે.

બેનર્જીએ મનરેગા અને પીએમ આવાસ યોજના બંન્ને ફંડ જારી કરવા માટે વડાપ્રધાનના હસ્તક્ષેપની માંગ કરી હતી

આરોપો અંગે કહેવામાં આવ્યું હતું કે ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કામ કરનારાઓનો પગાર ન આપવા તેમની મૌલિક અધિકારોનો ભંગ છે. તો કેન્દ્રએ નાણાં રોકવા માટે કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન ન કરવાનો હવાલો આપ્યો છે. કેન્દ્ર પર નિશાન સાધતા મજદુર કિસાન શક્તિ સંગઠનના સંસ્થાપક સભ્ય નિશ્ચિલ ડે એ પણ આ મામલો ઉઠાવ્યો અને ટ્‌વીટ કરતા લખ્યું કે કેન્દ્ર કહે છે કે રાજય ભ્રષ્ટ્ર છે. આથી ફંડ કાપી દો કોણ પીડિત છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક પત્ર લખ્યા છે. જેમાં મનરેગાના વળતરમાં વિલંબની સાથે સાથે રાજયના જીએસટીના બાકી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગત વર્ષ મેમાં મોકલવામાં આવેલા એક પત્રમાં મમતા બેનર્જીએ મનરેગા અને પીએમ આવાસ યોજના બંન્ને ફંડ જારી કરવા માટે વડાપ્રધાનના હસ્તક્ષેપની માંગ કરી હતી. 

બંગાળમાં મજદુરીનું વળતર કરવાનું ચાર મહીના કરતા વધુ સમયથી લંબિત

બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મજદુરીનું વળતર કરવાનું ચાર મહીના કરતા વધુ સમયથી લંબિત છે કારણ કે ભારત સરકાર ફંડ જારી કરી રહી નથી. નવેમ્બરમાં તેમણે કહ્યું હતું કે મેં વ્યક્તિગત રીતે વડાપ્રધાનની મુલાકાત કરી હતી અને આ મામલા પર તેમની સાથે વાત કરી શું હવે મારે તેમના પગ પકડવા પડશે. બંગાળના પંચાયતી મંત્રી પ્રદીપ મજુમદારે નવેમ્બરમાં દિલ્હીમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહની મુલાકાત કરી હતી અને બેઠક બાદ મનરેગા ફંડની તાકિદે મંજુરી મળવાની આશા વ્યકત કરી હતી. જો કે હજુ પૈસા ફસાયેલા છે.

રાજય સરકારને આપવામાં આવેલ નાણાંનો હિસાબ આપે : ભાજપ 

નોંધનીય છે કે ગત મહીને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠક કરી હતી. પ્રદીપ મજુમદારે કહ્યું હતું કે અમે ફંડ માંગી રહ્યાં છીએ પરંતુ કેન્દ્ર આ મામલાને જોવા માટે ઉત્સુક નથી. જયારે ભાજપે કહ્યું છે કે ટીએમસી સરકાર ખુદ મોટાપાયા પર ભ્રષ્ટ્રાચાર અને નાણાંના કુપ્રબંધનના કારણે વિલંબ માટે જવાબદાર છે. કેન્દ્ર નાણાં જારી કરવા માટે તૈયાર છે પરંતુ પહેલા રાજય સરકારને જારી કરવામાં આવેલ નાણાંનો હિસાબ આપે જો રાજય તેમાં નિષ્ફળ રહે છે તો કેન્દ્ર વધુ રકમ કેમ મોકલે? તેવું ભાજપે જણાવ્યું હતું.