મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વચ્ચે MSRTCનો બસો અંગે મોટો નિર્ણય, જાણો શું નિર્ણય કર્યો

  • vatannivat
  • 07-12-2022 12:27 PM

- મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ કર્ણાટક જતી બસોનું સંચાલન બંધ કર્યું 

- કર્ણાટકમાં બસો પર હુમલાની આશંકાથી પોલીસે બુધવારે એલર્ટ જાહેર કર્યું હતું

બસો ઉપર હુમલા અંગે પોલીસનું એલર્ટ

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો સીમા વિવાદ ધીમે ધીમે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. પોલીસે આપેલ એલર્ટને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ કર્ણાટક માટે બસોનું સંચાલન અંગે મોટો નિર્ણય લીધો છે. કર્ણાટકમાં બસો પર હુમલાની આશંકાથી પોલીસે બુધવારે એલર્ટ જાહેર કર્યું હતું. આ પછી MSRTCએ કર્ણાટક જતી તેની બસોના સંચાલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. સીમા વિવાદને લઈને બુધવારે કર્ણાટકના બેલાગવીમાં ઉગ્ર પ્રદર્શન થયું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રની બસો અને ટ્રકો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી.

બસો અને મુસાફરોની સુરક્ષા પોલીસ દ્વારા ક્લિયર થયા બાદ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન બસો પર હુમલા થઈ શકે છે. MSRTCએ કહ્યું કે આ એલર્ટના આધારે કર્ણાટક જતી રોડવેઝ બસોનું સંચાલન આગળના આદેશો સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. બસો અને મુસાફરોની સુરક્ષા પોલીસ દ્વારા ક્લિયર થયા બાદ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.