મહારાષ્ટ્રનાં રાજ્યપાલે સતત થઇ રહેલી ટીકા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું

  • vatannivat
  • 12-12-2022 09:58 AM

- રાજ્યપાલ કોશ્યારીએ ગૃહમંત્રી શાહને પત્ર લખીને ટીકા અંગે સલાહ માંગી 

- ગયા મહિને મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

રાજ્યપાલ વિવાદાસ્પદ નિવેદનોને કારણે બેકફૂટ પર

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા છેલ્લા થોડા સમયમાં અમુક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણી ટીકા થઈ રહી છે, જેના કારણે તેઓ બેકફૂટ પર છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમની સલાહ માંગી છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર કોશ્યારીએ ગૃહમંત્રી અમિત શાહને લખેલ પત્રમાં કહ્યું છે કે જ્યારે તેઓ સક્રિય રાજકારણમાંથી ખસી જવા માંગતા હતા ત્યારે તેમને રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેની ટીકા થઈ રહી છે. તો કહો કે હવે તેઓએ શું કરવું જોઈએ.

રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની માંગ

મહારાષ્ટ્રના ગવર્નર કોશ્યારીએ ગયા મહિને મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના માટે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે મહારાષ્ટ્રના રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્ર સરકારને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી છે.