મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીના દિગ્વિજયસિંહ ઉપર આકરા પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 17-02-2023 09:03 AM

- દિગ્વિજયજીની બુધ્ધી ફેલ થઇ ગઇ છે : મુખ્યમંત્રી

- તેઓ પાકિસ્તાની ભાષા બોલે છે અને સેનાનું અપમાન કરે છે : શિવરાજસિંહ

દિગ્વિજયસિંહનાં ટ્વીટનાં કારણે ફરી થયો વિવાદ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુુમલામાં જીવ ગુમાવનારા ૪૦ સૈનિકોની ચોથી પુણ્યતિથિએ સમગ્ર દેશે તેમને પોતાની શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કેટલાક એવા ટ્‌વીટ કરી દીધા હતા કે જેના કારણે ફરીથી વિવાદો ઉભો થઇ ગયો છે. ત્યારે આ મામલે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દિગ્વિજયસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ પ્રહાર કરતા કહ્યું હતું કે તે પાકિસ્તાનની ભાષા બોલે છે અને ભારતીય સૈનિકોનું અપમાન કરે છે.

આ મુદ્દે રાહુલ અને સોનિયા ગાંધી જવાબ આપે : શિવરાજસિંહ

મુખ્યમંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે મને લાગે છે કે દિગ્વિજયજીની બુધ્ધિ ફેલ થઇ ગઇ છે. આ તેનું ફેલિયર છે. તે દેશની સેનાનું અપમાન કરે છે. પાકિસ્તાનની ભાષા બોલે છે. શિવરાજ સિંહે વધુમાં કહ્યું કે તપાસ તો દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પાર્ટીના ડીએનએની થવી જોઇએ. જે ભારત જોડવાના નામ પર તોડનારાઓની સાથે યાત્રા કરે છે. તેમણે કહ્યું કે દિગ્વિજયસિંહના આ ટ્‌વીટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને તેનો જવાબ આપવો જોઇએ.

શું છે સમગ્ર મામલો

દિગ્વિજયસિંહે એક ટ્‌વીટ કરતા લખ્યું હતું કે પુલવામા હુમલા ગુપ્ત તંત્રની નિષ્ફળતા હતાં. તેમણે ટ્‌વીટ કરતા લખ્યું આજે આપણે તે 40 સીઆરપીએફ શહીદોને શ્રઘ્ઘાંજલિ આપીએ છીએ જે પુલવામામાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતાના કારણે શહીદ થયા હતા. મને આશા છે કે તમામ શહીદ પરિવારને યોગ્ય રીતે પુનર્વાસ કરવામાં આવ્યો છે. આ ટ્‌વીટ બાદ મુખ્યમંત્રી શિવરાજ સહિત સમગ્ર ભાજપ એકવાર ફરીથી દિગ્વિજયસિંહ પર હુમલાખોર થઇ ગઇ છે.