ભરૂચ જિલ્લામાં સાંસદનાં હસ્તે સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ

  • vatannivat
  • 19-02-2023 10:13 AM

- ભરૂચ જિલ્લામાં ઉમલ્લાના ગામના ઝઘડીયા ખાતે સુજલામ સુફ્લામ જળ અભિયાન 2023ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમનો શુભારંભ કરાયો 

- સુજલામ સુફ્લામ જળ અભિયાનએ કુદરતી વ્યવસ્થાને પુન:જીવિત કરવાનો વિચાર છે: સાંસદ મનસુખભાઈ વસાવા 

સાંસદ મનુભાઈ વસાવાની હાજરીમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ 

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થયો હતો. તે કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના સાસંદ મનસુદભાઈ વસાવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, જળ એ જીવન છે. તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એ દરેક નાગરિકની ફરજ છે. પ્રાકૃતિક સંસાધનો હાલમાં ખૂટવા લાગ્યા છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરેલ સુજલામ સુફલામ જળ અભિયાન થકી નૈસર્ગિક સંસાધનો બચાવવાનું આ અનોખું અભિયાન છે. વધુમાં તેમણે કેન્દ્ર સરકારના ગંગા નદીના સફાઈ અભિયાનને અનુસરીને અહીં નર્મદા મૈયાના પાણીને સ્વચ્છ રાખવાની વાત વ્યક્ત કરી હતી. 


બાયોગેસ મારફતે જતા કાંસાની સાફ-સફાઈ કરવી 

આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ 6 તબક્કાના સુજલામ સુફ્લામ જળ અભિયાન ૨૦૨૩ને અનુલક્ષીને જણાવ્યું કે, આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાયસેગ મારફતે નદી કે તળાવમાં જતા પાણી માટેની કાંસની ઓળખ કરીને તમામ કાંસની સાફ-સફાઈ કરવા જણાવ્યું હતું. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ તરત થાય અને રહેણાક વિસ્તારમાં ચોમાસા દરમિયાન ક્યાંય પાણી ન ભરાય તેવી રજૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જળસંચયના કુલ 263 કામો રૂ .273.64 લાખના ખર્ચે જિલ્લામાં પંચાયત સિંચાઇ વિભાગ તથા લોકભાગીદારી થકી પૂર્ણ કરાયા હતાં. આ પ્રસંગે સ્વાગત પ્રવચન નોડલ અધિકારી એમ જી મહેતાએ કર્યું હતું અને આભાર વિધિ રાજેશભાઈએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, સરપંચ સરોજબેન સહિત શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

સુજલામ સુફલામ જળ અભિયાન-2023ના જળસંગ્રહના કાર્યો 

“સુજલામ સુફલામ જળ અભિયાન-2023” હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/ જાળવણી/ સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, કંટુર ફ્રેંચ, ગેબીયન, ચેકવોલ, ટેરેસ/ વન તળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ ટાંકી/ સમ્પ/ ઇન્ટેક સ્ટ્રકચર તથા આસપાસની સફાઇ, WTP/STP તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધરૂપ ગાંડા બાવળ, ઝાડી- ઝાંખરા દુર કરવા જેવા કામ કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન" હેઠળ લોકભાગીદારીથી થતા કામોની કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ/ધાર્મિક સંસ્થાઓ/ઉધ્યોગગ્રુહો/N.G.Oના સહયોગથી કરવામાં આવશે.

સુજલામ સુફલામ જળ અભિયાન થકી થનાર ફાયદાઓ

તળાવો, ચેકડેમથીમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે. જેથી જિલ્લામાં જળ સંચયનો વ્યાપ વધશે જે થકી ઊંચાઇ માટે પાણીની ઉપલબ્ધતા વધારી શકાશે તેમજ સંગ્રહીત પાણીને ઘરગથ્થુ ઉપયોગમાં આવરી લેવામાં આવશે. વધુ પાણીનો સંગ્રહ થવાથી સંગ્રહિત પાણીને આજુબાજુની જમીનોનાં તળ ઉંચા આવશે. કુવા તથા બોરમાં પણ વધુ સમય સુધી પાણીની ઉપલબ્ધતા રહેશે અને આજુબાજુની જમીનોમાં ખારાશના વધતા પ્રમાણને રોકી શકશે. તેથી આવા જળસંચયના અભિયાન થકી થનાર ફાયદાથી જળનું મહત્વ સમજાશે અને જળ એજ જીવન છે" ને ખરા અર્થમાં સાર્થક કરી શકાશે.