અંબાજીમાં 3 દિવસમાં લાખો શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

  • vatannivat
  • 16-02-2023 10:59 AM

- ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કર્યા 

- ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.

શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઇ

અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. પરિક્રમા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી.


ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકો માતાજીના દર્શન કરી પાવન બન્યા હતાં. દાંતાના મોટાસડાની જય શ્રી દ્વારિકાધીશ સરસ્વતી વિદ્યાલયના એન. એસ. એસના 50 સ્વયં સેવકો પણ યાત્રિકો માટે સેવા યજ્ઞમાં સહભાગી બની ઉમદા સેવા બજાવી હતી

વિશ્વભરના 51 શક્તિપીઠો પૈકી આ એક એવું મહત્વનું પીઠ છે કે જ્યાં માં શક્તિનુ હ્રદય પડ્યું છે. તેવા ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.