G-20 ની અધ્યક્ષતા ભારતને મળવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 09-12-2022 09:51 AM

- ભારતને તોડવાના પ્રયાસો ચાલુ છે : ભાગવત 

- G-20 ની અધ્યક્ષતા ભારત પાસે આવવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી : RSS વડા

હિન્દુઓ વિવિધતામાં એકતાને સમજે છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે RSS અધિકારીઓ માટે તાલીમ શિબિરના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. તે દરમ્યાન તેઓએ કહ્યું હતું કે હિન્દુઓ વિવિધતામાં એકતાને સમજે છે. ભાગવતે વધુમાં કહ્યું કે G-20 ની અધ્યક્ષતા ભારતને મળવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આજે પણ ક્રૂર તાકાતો અને તેમના એજન્ટો છે જે ભારત તૂટી જાય અને પ્રગતિ ન થાય તે માટે કામ કરી રહ્યા છે.

વિશ્વને હવે ભારતની જરૂર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે G-20નું અધ્યક્ષપદ મેળવવું ભારત માટે નાનું કામ નથી. વિશ્વને હવે ભારતની જરૂર છે. વૈશ્વિક ચર્ચાઓમાં ભારતે મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. ભારતીયોને પણ વિશ્વાસ છે કે તેઓ વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. G-20 અધ્યક્ષપદ માત્ર શરૂઆત છે અને આપણે લાંબો રસ્તો કાપવાનો છે. 

ભારત જ વૈશ્વિક સમૃદ્ધિનો માર્ગ બતાવી શકે

ભારતને વિશ્વ લીડર બનાવવા માટે સમગ્ર સમાજે સાથે મળીને કામ કરવું પડશે. RSS વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે માત્ર ભારત જ વૈશ્વિક સમૃદ્ધિનો માર્ગ બતાવી શકે છે. આપણે હંમેશા તે સિદ્ધાંતમાં માનતા આવ્યા છીએ કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. દરેક વ્યક્તિ જે હિંદુ છે જે સામાન્ય રીતે ભારતમાં રહે છે. હિંદુ ધર્મ એ માત્ર પૂજાની રીત નથી. હિંદુ તે છે જે સમજે છે કે વિવિધતાઓ એક એકતાનું અનન્ય અભિવ્યક્તિ છે. 

તોફાની તત્વો સામે ભાગવતે ચેતવણી આપી

ભાગવતે જણાવ્યું કે આપણે વિવિધતામાં જીવીએ છીએ, બધી વિવિધતાઓ એક સાથે ચાલે છે, કારણ કે વિવિધતાઓ એક એકતાના અનેક અભિવ્યક્તિઓ છે. જે આ સમજે છે તે હિંદુ છે. તેમણે લોકોને ચેતવણી આપી હતી કે આજે પણ દુષ્ટ શક્તિઓ અને તેમના એજન્ટો છે જે ભારતને તોડવા અને તેની પ્રગતિને અવરોધવા માંગે છે.