અમિત શાહના નિવેદન ઉપર કેરળનાં મુખ્યમંત્રીનો વળતો પ્રહાર

  • vatannivat
  • 13-02-2023 07:47 AM

- ભાજપ શાસિત રાજ્યોમાં લઘુમતીઓને નિયમિત રીતે નિશાન બનાવવામાં આવે છે : પિનરાઈ વિજયન

- કર્ણાટકમાં સભા દરમ્યાન શાહે કેરળની સ્થિતિને લઈને આક્ષેપ કર્યા હતા

આ વર્ષે યોજાશે કર્ણાટકની ચૂંટણી

આ વર્ષમાં કર્ણાટક સહીત અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. તેવામાં ભાજપે આ રાજ્યમાં ફરી જીત હાંસલ કરવા સભાઓ અને રેલીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ભાજપ અને વિપક્ષો વચ્ચે વાકયુદ્ધ શરૂ થઇ ગયા છે. ત્યારે કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કેરળની સ્થિતિ અંગેનાં નિવેદન ઉપર કેરળના મુખ્યમંત્રીએ શાહ ઉપર વળતો પ્રહાર કર્યો હતો.

શાહે શું કહ્યું હતું

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે તેમણે વિગતવાર જણાવવું જોઈએ કે તેઓ કેરળમાં કેવા પ્રકારનો ખતરો જોઈ રહ્યા છે. નોંધનીય છે કે શાહે શનિવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાની મુલાકાત દરમિયાન કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે NIA દ્વારા લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને કહ્યું કે પડોશી દેશ કેરળની સ્થિતિને જોતા કર્ણાટકના લોકોએ ભાજપને મત આપવો જોઈએ.

કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં સંઘ પરિવારનો પ્રચાર કામ કરી રહ્યો નથી : કેરળ મુખ્યમંત્રી

અમિત શાહે કરેલ નિવેદન સામે કેરળના મુખ્યમંત્રી વિજયને રવિવારે કોટ્ટયમમાં CPI(M) ના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "ભાજપ શાસિત રાજ્યોમાં લઘુમતીઓને નિયમિત રીતે નિશાન બનાવવામાં આવે છે જ્યારે તેઓ ડાબેરી શાસિત કેરળમાં શાંતિથી જીવે છે." તેઓએ વધુમાં જણાવ્યું કે કેરળની સ્થિતિ દરેક વ્યક્તિ જાણે છે. અમિત શાહે સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે અહીં શું ખોટું છે. કર્ણાટકમાં લઘુમતીઓ વ્યાપક હુમલાઓનો સામનો કરી રહ્યા છે જ્યારે કેરળમાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું, 'કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં સંઘ પરિવારનો પ્રચાર કામ કરી રહ્યો નથી.