કેદારનાથ ધામનાં કપાટ ખુલવાની તારીખની જાહેરાત, જાણો ક્યારે ખુલશે કપાટ

  • vatannivat
  • 19-02-2023 10:05 AM

- કેદારનાથ ધામનાં કપાટ 25 એપ્રિલે સવારે 7:10 મિનિટે ખુલશે

- બદ્રીનાથ ધામનાં કપાટ 27 એપ્રિલે સવારે 7:10 મિનિટે ખુલશે

કેદારનાથ ધામ બાદ બદ્રીનાથ ધામનાં કપાટ પણ ખુલશે 

દેવોના દેવ મહાદેવના વિશ્વ પ્રસિદ્ધ ધામ કેદારનાથના કપાટ ખુલવાની તિથિ મહાશિવરાત્રિના દિવસે નક્કી કરવામાં આવી હતી.  કેદારનાથ મંદિરના અધ્યક્ષ અજેન્દ્ર અજય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ વખતે બાબાનું ધામ 25 એપ્રિલના સવારે 7:10 મીનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રિના દિવસે જાહેર કરવામાં આવી છે, પરંતુ તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે. કેદારનાથના બરાબર એક દિવસ પછી બદ્રીનાથ ધામના કપાટ પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. બદ્રીનાથ કપાટ 27 એપ્રિલ સવારે 7:10 મીનિટ પર ખુલશે. પૌરાણિક અનુષ્ઠાનો અનુસાર, કપાટને વિધિ-વિધાનની પૂજા બાદ ખોલવામાં આવશે.

2022માં 46 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ દર્શનાર્થે આવ્યા હતા

11 માં જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના કપાટ ખોલતા પહેલા થતી પ્રથાઓ 21 એપ્રિલે જ શરુ થઈ જશે. જયારે ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થનારી શીતકાલીન ડોલી પણ 21 તારીખે જ રવાના થશે. નોંધનીય છે કે  કોરોનાના પ્રકોપ બાદ ગત વર્ષે એટલે કે, 2022 માં જ્યારે કેદારનાથના કપાટ ખુલ્યા ત્યારે, અહીં આવનારા શ્રદ્ધાળુઓએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. 2022 માં કોરોનાકાળના પ્રતિબંધો હટ્યા બાદ ચારધામ યાત્રામાં લગભગ 46 લાખ તીર્થયાત્રીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.