કર્ણાટકમાં કોંગ્રેસના સીએમ ઉમેદવાર અંગે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 03-01-2023 06:30 AM

- પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે : ડીકે શિવકુમાર

- હાઇકમાન્ડ જે નિર્ણય કરે તે અમારા માટે માન્ય : કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ 

ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉમેદવાર અંગે નિર્ણય લેશે

કર્ણાટકની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવારને અંગે વિચારણા કરી રહી છે. તેવા સમયે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે હવે આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે એપ્રિલ-મેમાં સંભવિત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સત્તા પર આવશે તો પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે. શિવકુમારે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ અંગે નિર્ણય લેશે. તેઓ જે પણ નિર્ણય લે છે તે અમારા માટે માન્ય છે. 

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પોતપોતાનો દાવો રજૂ કરી રહ્યા છે

જેમ જેમ કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે. તેમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આડકતરી રીતે પોતપોતાનો દાવો રજૂ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ મીડિયાની સામે બંને નેતાઓ આ મુદ્દે નિવેદનબાજી કરવાનું ટાળતા જોવા મળે છે. કેટલીકવાર ગૃહમાં બંને પક્ષોના સમર્થકો વચ્ચે મતભેદો પણ જોવા મળી રહ્યા છે.

ભાજપ પર પ્રહારો

મહાદયી નદીના પાણી મુદ્દે ભાજપને "જૂઠાણાની યુનિવર્સિટી" ગણાવતા શિવકુમારે કહ્યું કે સાડા ત્રણ વર્ષથી તેઓ (ભાજપ) મહારાષ્ટ્રમાં તેમની સરકાર હોવા છતાં કંઈ કરી શક્યા નથી. અમારા મોટાભાગના ધારાસભ્યો ’ઓપરેશન લોટસ’ દ્વારા ગોવામાં સત્તામાં છે અને ત્યાં પણ સત્તામાં છે, જેમ કે તેઓ કર્ણાટકમાં હતા.