શું ભારતમાં ChatGPTથી વ્યવસાયની રીત બદલાઈ રહી છે?, જાણો ChatGPT વિષે માહિતી

  • vatannivat
  • 16-02-2023 07:28 AM

- ભારતીય ઇ-કોમર્સ બ્રાન્ડ્‌સ મેટા-માલિકીના રોજના અહેવાલ મેળવવા માટે  ChatGPTનો ઉપયોગ કરશે 

- ChatGPTનું વેલોસિટી ઇનસાઇટ્‌સ સાથે એકીકરણ ઇ-કોમર્સને બિઝનેસ સોલ્યુશન્સ આપવામાં મદદ કરશે 

વેલોસિટીએ દેશનું પ્રથમ ChatGPT ઈન્ટીગ્રેટેડ ચેટબોટ કર્યું લોન્ચ

ભારતીય નાણાકીય ટેક કંપની વેલોસિટીએ દેશનું પ્રથમ ChatGPT ઈન્ટીગ્રેટેડ ચેટબોટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ ‘લેક્સી’ રાખ્યું છે. વેલોસિટીએ તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો લાભ લઈને તેના હાલના એનાલિટિક્સ ટૂલ વેલોસિટી ઈન્સાઈટ્‌સ સાથે એકીકૃત કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ લેટેસ્ટ AI ચેટબોટ હાલના એનાલિટિક્સ ટૂલ વેલોસિટી ઇનસાઇટ્‌સ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. વેલોસિટી ઇનસાઇટ્‌સનો ઉપયોગ કરતી ભારતીય ઇ-કોમર્સ બ્રાન્ડ્‌સ મેટા-માલિકીના WhatsApp પર રોજના વેપાર અંગેના અહેવાલ મેળવી શકાશે. 

ChatGPT ઈ-કૉમેર્સ સાઇટ્સના વ્યવસાય કાર્યોમાં મદદરૂપ થશે 

વેલોસીટીનાં જણાવ્યા મુજબ, ChatGPTનું વેલોસિટી ઇનસાઇટ્‌સ સાથે એકીકરણ ઇ-કોમર્સ જાયન્ટ્‌સને વાતચીતની રીતે AI-સંચાલિત બિઝનેસ સોલ્યુશન્સ આપવામાં મદદ કરશે. આ ઈ-કોમર્સ સાઇટ્‌સને તેમના મુખ્ય વ્યવસાય કાર્યો વિકસાવવામાં મદદ કરશે. આ દરમ્યાન વેલોસિટીના CEO અભિરૂપ મેધકરે કહ્યું હતું, ChatGPTની શરૂઆતથી તેમની પ્રોડક્ટ ટીમ ChatGPTનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે વિચાર-વિમર્શ કરી રહી છે. કારણ કે વેલોસિટીના ગ્રાહકો પહેલેથી જ દૈનિક આંતરદૃષ્ટિનો ઉપયોગ કરે છે. તેથી અમે ChatGPTને સમાન ઈન્ટરફેસ સાથે સંકલિત કર્યું છે. વધુમાં, વેલોસિટ ઇનસાઇટ્‌સ હાલમાં એડવાન્સ એનાલિટિક્સ આપે છે. તેમાં ઈ-કોમર્સ બિઝનેસના વેચાણ અને માર્કેટિંગ કામગીરી વિશેની માહિતી જોવા મળે છે. 

ChatGPTસંચાલિત ચેટબોટમાં 12 ભાષાનો સપોર્ટ 

આ દરમિયાન ભારત સરકાર ChatGPT દ્વારા સંચાલિત  WhatsApp ચેટબોટ પર કામ કરી રહી છે. આ WhatsApp ચેટબોટ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાણવામાં મદદ કરશે. એક અહેવાલ અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ChatGPT સંચાલિત WhatsApp ચેટબોટ લાવવા માટે કામ કરી રહ્યું છે. મંત્રાલયની એક ટીમ ‘ભાશિણી’ પર કામ કરી રહી છે. આ ચેટબોટ ખેડૂતોને વોઈસ કમાન્ડ દ્વારા મોટી સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં મદદ કરશે. અત્યારે ટેસ્ટ તબક્કામાં WhatsApp  ચેટબોટ અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત એમ 12 ભાષાઓને સપોર્ટ કરે છે. યુઝર્સ તેમાંથી કોઈપણ ભાષામાં વૉઇસ નોટ મોકલી શકે છે. તેના બદલામાં તેમને વોઈસ નોટ દ્વારા ફીડબેક મળશે.