ભારતની G-20 અધ્યક્ષતા: જાણો પ્રથમ સમિટની ઘોષણા પર શુ ચર્ચા થઈ

  • vatannivat
  • 21-12-2022 07:31 AM

- G-20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ જોઇન્ટ ફાઇનાન્સ અને હેલ્થ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક મંગળવારે ઓનલાઇન યોજાઇ 

- નેધરલેન્ડના વિદેશ મંત્રાલયના મહાસચિવ પોલ હુઇજેટ્સે ભારતના G-20 પ્રમુખપદને સમર્થન આપ્યું


G-20 ની પ્રથમબાલી સમિટની ઘોષણા

ભારતની અધ્યક્ષતામાં G-20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ જોઇન્ટ ફાઇનાન્સ અને હેલ્થ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક મંગળવારે ઓનલાઇન યોજાવામાં આવી હતી. આ બેઠકમાં બાલી જી-20 સમિટની ઘોષણા પર ચર્ચા કરવામાં આવી હતી. ઈટાલી અને ઈન્ડોનેશિયાએ આ બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. G-20 અને આમંત્રિત દેશો સિવાય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નાણાં અને આરોગ્ય પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. નાણા મંત્રાલયે વધુમાં જણાવાયું કે ટાસ્ક ફોર્સ સચિવાલયે 2023 અને તે પછીના કાર્ય,યોજના ઓનો ખરડો તૈયાર કરવામાટે ભારતની અધ્યક્ષતા અને સહ-અધ્યક્ષ ઇટાલી અને ઇન્ડોનેશિયા સાથે મળીને કામ કર્યું હતું. જેમાં 2023 માટે વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને ખરડો તૈયાર કરવામાં આવ્યો છે.


રોમમાં જી-20 ની 2021 અધ્યક્ષતામાં શુ થયું 

નોંધનીય છે કે જોઈન્ટ ફાઈનાન્સ એન્ડ હેલ્થ ટાસ્ક ફોર્સની રચના 2021માં રોમમાં જી-20 લીડર્સ સમિટમાં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય રોગચાળાની રોકથામ, સજ્જતા અને પ્રતિભાવ સંબંધિત મુદ્દાઓ પર સંવાદ અને વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ દ્વારા નાણાં અને આરોગ્ય મંત્રાલયો વચ્ચે અનુભવો અને કાર્યોની વહેંચણી કરવાની રહેશે.


નેધરલેન્ડે ભારતની G-20 અધ્યક્ષતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો

નેધરલેન્ડના વિદેશ મંત્રાલયના મહાસચિવ પોલ હુઇજેટ્સે ભારત નીG-20 અધ્યક્ષતા માં વિશ્વાસ વ્યક્ત કર્યો, અને કહ્યું કે ભારતની અધ્યક્ષતા પદ શાનદાર રહેશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પશ્ચિમ યુરોપિયન દેશો સાથે તેમના કાર્યકાળ દરમિયાન નવી દિલ્હીને મદદ કરવાના માર્ગો પર ચર્ચા કરશે. 


G-20 ની અધ્યક્ષતા મળવા બદલ નેધરલેન્ડે પાઠવ્યા અભિનંદન

તેમણે કહ્યું કે અમે ભારતને G-20 પ્રમુખપદની બેઠક મળવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. ભારતે અમને G-20માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યું છે, જેમ અમે છેલ્લા કેટલાક વર્ષોથી આપતા હતા. અમે આ વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ, અને અમારા ભાગીદારો સાથે ચર્ચા કરીએ છીએ કે અમે  કેવી રીતે G-20 ચર્ચાઓના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ રીતે મદદરૂપબની શકીએ.