ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા 100 મી ટેસ્ટ પહેલાં વડાપ્રધાન મોદીને મળ્યા

  • vatannivat
  • 16-02-2023 12:01 PM

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ અમારા માટે સન્માનની વાત: ચેતેશ્વર પુજારા

- ચેતેશ્વર પુજારા 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય બનશે.

ચેતેશ્વર પુજારા પત્ની સાથે PMને મળવા પહોંચ્યા

બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારા તેની 100મી ટેસ્ટ મેચ રમ્યા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પૂજારા તેની પત્ની પૂજા પાબરી સાથે PMને મળવા પહોંચ્યા હતો. ચેતેશ્વર પૂજારાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ અમારા માટે સન્માનની વાત હતી. PM સાથેની ખાસ વાતચીત અને તેમના સમર્થનને હું હંમેશા યાદ રાખીશ. 


ચેતેશ્વર પૂજારા પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ તસવીરોને રિટ્‌વીટ કરીને લખ્યું કે, ’પુજારા, આજે તમને મળીને આનંદ થયો. તમારી 100મી પરીક્ષા અને તમારી કારકિર્દી માટે શુભેચ્છાઓ. વધુમાં જણાવ્યે તો ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. હવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉતરતાની સાથે જ તે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખશે. અઝહરે પોતાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં 99 ટેસ્ટ મેચ રમી હતી, આ સાથે ચેતેશ્વર પુજારા તેની 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય બનશે.


ચેતેશ્વર પૂજારા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારનાર 8મો બેટ્‌સમેન

આ પહેલા ભારત તરફથી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, ઈશાંત શર્મા, હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ચેતેશ્વર પૂજારા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધીમાં 5 સદી ફટકારી છે. આ પ્રતિષ્ઠિત શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારનાર તે 8મો બેટ્‌સમેન છે. પુજારા મોટી ઈનિંગ્સ રમીને પોતાની 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માંગશે. પુજારાની 100મી ટેસ્ટ મેચના અવસર પર તેનો પરિવાર સ્ટેડિયમમાં હાજર રહેશે. ચેતેશ્વર પૂજારાએ 99 ટેસ્ટમાં 44.15 ની એવરેજથી 7021 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 34 અડધી સદી સામેલ છે.