ભારત અને અમેરિકા સાથે મળીને કરશે મોટું કામ, જબરદસ્ત મળશે લાભ

  • vatannivat
  • 02-02-2023 10:23 AM

- ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળીને ડ્રોન અને સેમિકન્ડક્ટર બનાવશે

- અમેરિકાની ડિફેન્સ કંપની 'જનરલ એટોમિક્સ'  ભારત સાથે ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાથે કામ કરશે 

- જનરલ એટોમિક્સ એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા વ્યૂહરચના સાથે સુસંગત છે 

ભારત અને અમેરિકા વચ્ચેની આ ભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ

અમેરિકાની ડિફેન્સ અને એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની 'જનરલ એટોમિક્સ' ભારત સાથે ભાગીદારીમાં ભવિષ્યના ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાથે કામ કરવાની તૈયારી કરી રહી છે. આ ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને સેમિકન્ડક્ટર છે. આ ત્રણેય ક્ષેત્ર ભવિષ્યની ટેક્નોલોજી અને વિશ્વમાં પ્રભાવ પાડવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે, કે ભારત અને અમેરિકા વચ્ચેની આ ભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ માહિતી જનરલ એટોમિક્સના એક અધિકારીએ આપી છે.

ભારત ફોર્જ સાથેની મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કામ કરશે

જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ વિવેક લાલે જણાવ્યું હતું કે, જનરલ એરોનોટિકલ સિસ્ટમ્સ (GA-ASI), ભારતીય કંપની ભારત ફોર્જ સાથેની ભાગીદારીમાં,અદ્યતન પેઢીના ડ્રોન, એરોસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ અને મહત્વપૂર્ણ ક્ષેત્રમાં કામ કરશે. આ સિવાય કંપની ભારતીય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની 114ai સાથે મળીને નેક્સ્ટ જનરેશન AI ટેક્નોલોજી પર કામ કરશે.

ભારત અને અમેરિકા વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીની દિશામાં કામ કરાશે 

ભારત ફોર્જ એ ભારતની ટોચની ફોર્જિંગ કંપનીમાંની એક છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં કામ કરવા માટે જનરલ એટોમિક્સ અન્ય ભારતીય સ્ટાર્ટઅપ, 3rdiTech સાથે ભાગીદારી કરશે. વધુમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (iCET)ની દિશામાં કામ કરવા સમજૂતી થઈ. જે અંતર્ગત બંને દેશ અનેક જરૂરી અને મહત્વપૂર્ણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવામાં આવશે. 

જનરલ એટોમિક્સ એ ભારતના PM ની મેક ઇન ઇન્ડિયા સાથે સુસંગત

ચીફ એક્ઝિક્યુટિવ વિવેક લાલે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ ભાગીદારી વિશ્વની અગ્રણી ઉત્પાદનો માં દેખાશે. જનરલ એટોમિક્સ એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા વ્યૂહરચના સાથે સુસંગત છે અને ભારતીય કંપનીઓ એકસાથે આગળ વધવાની રાહ જોઈ રહ્યા છીએ. લાલે કહ્યું કે આ ભાગીદારી સાચી દિશામાં એક મોટું પગલું છે. 

વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કર્યું

અગાઉ, વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે યુએસ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશન (SIA) અને ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA)  ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન સાથે મળીને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ નજીકના ભવિષ્યની તકો અને વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન અને વિકાસ કરવા માટે કામ કરશે.