અમેરિકામાં કોરોના બાદ વિઝા મંજૂરીમાં વધારો, અમેરિકાએ કહ્યું ભારત અમારા માટે પ્રાથમિકતા

  • vatannivat
  • 23-02-2023 12:07 PM

- ભારતવાસીઓને અમેરિકાના વિઝા માટે લાંબી રાહ નહીં જોવી પડે

- અમેરિકામાં કોવિડ પછી વિઝાની મંજૂરીમાં 36 ટકાનો વધારો

વિઝા માટે વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે પ્રાથમિકતા 

યુએસ વિઝા એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 રોગચાળા પછી દેશભરમાં વિઝા મંજૂરીઓમાં લગભગ 36 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વિઝા માટે વેઇટિંગ ટાઈમ ઘટાડવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કોન્સ્યુલર અફેર્સ બ્યુરોમાં વિઝા સેવાઓ માટે નાયબ મદદનીશ સચિવ જુલી સ્ટફટે ઓવરસીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક મીડિયા ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, ભારતને નંબર 1 પ્રાથમિકતા આપવામાં આવેલ છે.

પ્રતિક્ષા સમય ઘટાડવાને પ્રાથમિકતા 

જુલી સ્ટફટે વધુમાં કહ્યું કે તે ભારતને પ્રાધાન્ય આપવા માટે તેમજ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ કે જ્યાં લોકોને વિઝા એપોઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી ન પડે અથવા વિઝાની વિનંતી ન કરવી પડે. હાલમાં ભારતમાં આ માટે લાંબી રાહ જોવી પડે છે એટલા માટે પ્રતીક્ષા સમય ઘટાડવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત પ્રવાસીઓ માટેનો સમયગાળો 1,000 દિવસથી ઘટીને લગભગ 580 થયો છે. આમાં વારંવાર મુલાકાતીઓ માટે ઇન્ટરવ્યુ માફી, ભારતીય મિશનમાં કોન્સ્યુલર કામગીરીમાં વધારાનો સ્ટાફ અને રજાઓ પર કામ સામેલ છે. સ્ટફ્ટે વધુમાં જણાવ્યું હતું કે રોગચાળા પહેલાંની સરખામણીએ હવે 36% વધુ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે તેમાં વર્ષ સાથે વધારો થશે. આ વર્ષે યુ.એસ. H-1B અને L-1 સહિત વિઝા રિન્યુઅલ માટે ડોમેસ્ટિક વિઝા સ્ટેમ્પ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. 

બ્લિન્કેન સમક્ષ જયશંકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો

ગયા સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં બંને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની છેલ્લી બેઠકમાં વિદેશમંત્રી જયશંકર દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તે સમયે તેમને ખાતરી આપી હતી કે આ મુદ્દાને ઉકેલવા માટે અમેરિકા પાસે યોજના છે.