વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી ફરી ટોપ-10માં સામેલ

  • vatannivat
  • 20-02-2023 06:32 AM

- દિલ્હી ફરી દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા નંબર પર સામેલ

- દિલ્હીમાં જાન્યુઆરીમાં વરસાદના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો હતો 

દિલ્હી પ્રદૂષિત શહેરોમાં બીજા નંબરે       

દિલ્હીવાસીઓ માટે દિલ્હીનું સતત વધતુ પ્રદૂષણ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યુ છે. તેમ છતાં દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડા કેટલાક દિવસોમાં નોંઘપાત્ર  સુધારો નોંધાયો હતો. 13 ફેબ્રુઆરીએ નોંધાયેલા આંકડા અનુસાર લાંબા સમય બાદ દિલ્હી દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર હતુ. પરંતુ બે દિવસની અંદર દિલ્હી ફરી દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા નંબર પર સામેલ થઈ ગયુ છે. 

દિલ્હી બાદ કલકત્તા અને મુંબઈ પણ આ લિસ્ટમાં સામેલ

તાજેતરના આંકડા અનુસાર દિલ્હીમાં હવા સતત ખરાબ થતી જોવા મળી છે. દેશની રાજધાની દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા ક્રમે પહોંચી ગયુ. આ લિસ્ટમાં દિલ્હી બાદ કલકત્તા અને મુંબઈ જેવા શહેરો રહ્યા. 13 ફેબ્રુઆરીએ દિલ્હી છેલ્લી વખત ટોપ 10 પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર રહ્યુ હતુ. જેનું કારણ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વરસાદ પડ્યો તે હતુ. ફેબ્રુઆરીના ઝડપી પવનોએ રાજધાનીમાં પ્રદૂષણને ઓછુ કર્યુ પરંતુ હવે દિલ્હીમાં ફરી એક વાર પ્રદૂષણમાં વધારો થયો છે.