સામાન્ય વર્ગને ઝટકો, RBIએ ફરી રેપો રેટમાં વધારો કર્યો

  • vatannivat
  • 07-12-2022 05:38 AM

- RBIએ રેપો રેટ 0.35% વધારી 6.25% કર્યો

- તમામ પ્રકારની લોન મોંઘી થશે અને EMI વધશે

ઓક્ટોબર અને ઓગસ્ટ મહિનામાં પણ રેપો રેટમાં વધારો કર્યો હતો

RBI ગવર્નર શક્તિકાંત દાસે  MPCની બેઠક બાદ રેપો રેટને લઈને મોટો નિર્ણય કર્યો છે. ત્રણ દિવસ સુધી ચાલેલી MPCની બેઠક બાદ RBI ગવર્નરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ રેપો રેટમાં 0.35% વધારો કરવાની જાહેરાત કરી છે. તેથી હવે RBIનો રેપો રેટ 5.4% થી વધીને 6.25% થઈ ગયો છે. અગાઉ RBI દ્વારા ઓક્ટોબર અને ઓગસ્ટ મહિનામાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. 

MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને ટેકો આપ્યો

રેપો રેટમાં વધારાની જાહેરાત કરતા સમયે RBI ગવર્નર દાસે એમ પણ કહ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી ઉપર રહેવાની સંભાવનાઓ છે. MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને ટેકો આપ્યો છે. રેપો રેટની જાહેરાત કરતા RBI ગવર્નરે વધુમાં કહ્યું હતું કે દેશમાં ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉપભોક્તાનો વિશ્વાસ પણ સુધર્યો છે. 

નાણાકીય વર્ષ 2023માં જીડીપી ગ્રોથ 6.8% રહેવાનું અનુમાન

RBI ગવર્નરે જણાવ્યું હતું  કે નાણાકીય વર્ષ 2023માં જીડીપી ગ્રોથ 6.8% રહી શકે છે. તો નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સીપીઆઈ 5% પર રહી શકે છે. નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્કે બુધવારે તેની આગામી નાણાકીય નીતિની સમીક્ષામાં રિટેલ ફુગાવામાં નરમાઈના સંકેતો અને વૃદ્ધિને વેગ આપવાની જરૂરિયાત વચ્ચે રેપો રેટમાં 35 bpsનો વધારો કરવાનું પસંદ કર્યું છે.