મહારાષ્ટ્રમાં મહાનુભાવોને જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરાશે, સરકારે જાહેર કર્યો પ્રસ્તાવ

  • vatannivat
  • 11-01-2023 06:13 AM

- સરકારી કચેરીઓમાં સ્વામી વિવેકાનંદ, પૂ. સાહેબ જીજાઉ, સુભાષચંદ્ર બોઝ અને બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની સૂચના

- NDAમાં જવા ઇચ્છુક મહિલા ઉમેદવારોને તૈયાર કરવા માટે નાસિક ખાતે તાલીમ સંસ્થા શરૂ કરવાનો નિર્દેશ

તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા કલેક્ટર અને અન્ય સરકારી અધિકારીઓને સૂચના 

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે બુધવારે રાજ્યમાં એક મોટો નિર્ણય કર્યો હતો. શિંદે સરકારે બુધવારના રોજ એક સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો. જેમાં મહાનુભાવોના નામ જાહેર કરી તેમની જન્મજયંતિ મનાવવાની સૂચનાઓ સરકારી કચેરીઓમાં આપવામાં આવી છે. તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા કલેક્ટર અને અન્ય સરકારી અધિકારીઓને સ્વામી વિવેકાનંદ, પૂ. સાહેબ જીજાઉ, સુભાષચંદ્ર બોઝ અને બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની સૂચના આપવામાં આવી છે.

નાસિકમાં તાલીમ સંસ્થા જૂન, 2023માં શરૂ થશે

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉપરોક્ત ઠરાવ ઉપરાંત અન્ય એક GRમાં NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)માં નામાંકન માટે મહત્વાકાંક્ષી મહિલા ઉમેદવારોને તૈયાર કરવા માટે નાસિક ખાતે તાલીમ સંસ્થા શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે તાલીમ સંસ્થા જૂન, 2023માં શરૂ થશે અને પ્રથમ સત્રમાં 60 મહિલાઓને તાલીમ આપવામાં આવશે.