તાજમહેલની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર, શાહજહાંના ઉર્સને લઇને મોટો નિર્ણય

  • vatannivat
  • 17-02-2023 10:15 AM

- આગરાના તાજમહેલમાં 17 થી 19 ફેબ્રુઆરી સુધી મફતમાં પ્રવેશ મળશે 

- ઉર્સના અવસરે વિવિધ રસ્મો યોજાશે 

શાહજહાંના 368માં ઉર્સના અવસરે મફત પ્રવેશ 

વિશ્વના સાત અજાયબીઓમાંનું એક તાજમહેલ, જેને લોકો પ્રેમનું પ્રતીક માને છે, તે વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મુઘલ બાદશાહ શાહજહાંના 368માં ઉર્સના અવસરે આગરાના તાજમહેલમાં 17 થી 19 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મફતમાં રહેશે. આ પ્રસંગે પ્રવાસીઓને શાહજહાં અને મુમતાઝની કબરો પણ જોવા મળશે, જ્યાં સામાન્ય દિવસોમાં લોકોને જવાની મંજૂરી હોતી નથી. આ ઉર્સના મોકા પર વિવિધ રસ્મો કરવામાં આવે છે. આ રસ્મોને તાજમહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ જોઈ શકશે.

17 ફેબ્રુઆરીના રોજ ધાર્મિક વિધિઓ કરાશે 

ઈબ્રાહીમ જૈદીના જણાવ્યા મુજબ 17 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે ગુસ્લ (વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ પહેલાં આખા શરીરનું શુદ્ધિકરણની રસ્મ શરુ થશે. સંદલ અને મિલાદ શરીફની રસ્મો 18 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. તેના આગલા દિવસે સવારથી સાંજ સુધી ’કુલ’ અને ’ચાદર પોશી’ની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. 

તાજમહેલમાં આ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ 

આ વર્ષે ઉર્સના મોકા પર શાહજહાંના મકબરા પર 1450 મીટર લાંબી ચાદર ચઢાવવામાં આવશે. ચાદર પોશી ની વિધિ બાદ તાજમહાલના આંગણે લંગર પીરસવામાં આવશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ 3 દિવસ દરમિયાન તાજમહેલની અંદર સિગારેટ, બીડી, માચીસ, ગુટખા, તમાકુ, પાન મસાલા, કોઈપણ પ્રકારનો ધ્વજ, બેનર, પોસ્ટર, બેન્ડ, સ્ક્રુડ્રાઈવર,લાઈટર,હથિયારો અને છરીઓ જેવી વસ્તુઓનો લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે.