ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ આગામી મુખ્યમંત્રી હશે, જાણો કોણે આપ્યું નિવેદન

  • vatannivat
  • 16-11-2022 09:49 AM

- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હાંસલ થશે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાન

- રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર ભાજપની નજર 

શાહે શું કહ્યું  

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, જાે પાર્ટી આગામી મહિનામાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે. શાહના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભુપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર છે.

2021માં મુખ્યમંત્રી બન્યા હતા પટેલ

ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર ૨૦૨૧માં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. તે ભાજપના નેતૃત્વનો એક એવો ર્નિણય હતો જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા. પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમને એ જ બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીપદનો ચહેરો ઈસુદાન ગઢવી 

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂરું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ રાજ્યની તમામ 182 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવવાની છે. આમ આદમી પાર્ટીએ 'જાહેર સર્વે' હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. 

કોંગ્રેસ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહીં કરે 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સજ્જ હોય તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 182માંથી હવે થોડા જ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. સાથોસાથ ટિકિટ ન મળતા કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો ર્નિણય લીધો છે.