G20ની બેઠકમાં સાડીમાં જોવા મળ્યા IMF નાં MD, ભારતના નાણામંત્રી સાથે શેર કરી તસવીર

  • vatannivat
  • 24-02-2023 04:50 AM

G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલબેંકના ગવર્નરોની બે દિવસીય મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકના પહેલા દિવસે IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે પણ ભાગ લીધો હતો. તેમણે આ મીટિંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગીતા ગોપીનાથે શેર કરેલ તસવીરોમાં તેવો દુનિયાના તમામ મોટા નેતાઓ સાથે જોવા મળી હતી. ગીતા ગોપીનાથે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી જેમાં નિર્મલા સીતારમણની સાથે ગીતા ગોપીનાથ પણ સાડીમાં જોવા મળેલ હતી. તસવીર ટ્વીટ કરીને ગોપીનાથે લખ્યું કે, G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલબેંકના ગવર્નરોની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે સારી એવી વાતચીત થયેલ.

આ G20 બેઠકમાં સ્પેનના નાણામંત્રી નાદિયા કેલ્વિનોએ પણ ભાગ લીધો હતો. મહત્વની વાતતો એ છે કે તેમને G20 મીટિંગમાં સાડી પહેરીને હાજરી આપી હતી. ગીતા ગોપીનાથે સ્પેનના નાણામંત્રી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને તસવીર સાથે ગોપીનાથે લખ્યું કે નાદિયા કેલ્વિનો દુનિયાની સમસ્યાઓના ઉકેલવામાં અમને યોગદાન આપે છે.

અમેરિકન નાણામંત્રી જેનેટ યેલેન અને IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ G20ની આ બેઠકમાં હાજરી આપી હતી. ગીતા ગોપીનાથે પણ આ બંને સાથે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું છે, કે 'G20 બેઠકમાં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા નેતા'. આજી વખતે G20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે અને G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલબેંકના ગવર્નરોની બે દિવસીય મહત્વની બેઠક બેંગલુરુમાં યોજાઈ છે.