ગુજરાત હાઇકોર્ટને મળ્યા પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

  • vatannivat
  • 17-02-2023 06:31 AM

- જસ્ટિસ સોનિયા ગોકાણી બન્યા ગુજરાતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

- જસ્ટિસ સોનિયા ગોકાણી નવ દિવસ પછી નિવૃત્ત થશે

જસ્ટિસ ગોકાણીનો કાર્યકાળ માત્ર 9 દિવસનો

ગુજરાત હાઇકોર્ટને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયધીશ મળ્યા છે. જસ્ટિસ સોનિયા ગોકાણીએ ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જસ્ટિસ સોનિયા ગોકાણીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જસ્ટિસ ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ છે. તેઓ 25 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના કારણે તેમનો કાર્યકાળ માત્ર 9 દિવસનો રહેશે. 

કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરીએ ગોકાણીની નિમણૂકને મંજૂરી આપી હતી

ઉલ્લેખનીય ગણાશે કે જસ્ટિસ ગોકાણીની નિમણૂકને કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. તેઓ 13 ફેબ્રુઆરીથી મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) તરીકે સેવા આપી રહ્યા હતા. જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી મળતા જસ્ટિસ ગોકાણીની આ પદે નિમણૂક કરવામાં આવી છે.