ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સરાહનીય નિર્ણય, મળેલી ભેટ સોગાદોની હરાજી થશે

  • vatannivat
  • 15-02-2023 08:17 AM

- ભેટની હરાજી કરી મળતી રકમ સચિવાલયમાં કામ કરતાં વર્ગ-4ના કર્મચારીઓની દીકરીઓનાં અભ્યાસ માટે આપવામાં        આવશે

- ભૂપેન્દ્ર પટેલે તોષખાનાની ભેટ -સોગાદોનો સર્વે કરવા માટે અધિકારીઓને પણ સુચના આપી દીધી

મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય માણસના તેમજ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છબી ધરાવે છે. ત્યારે તેઓએ પોતાના અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાને મળેલ ભેટ અને સોગાદોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ હરાજીમાંથી મળતી રકમનો ઉપયોગ ક્યાં કરવો તે પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ જગ્યાએ વપરાશે હરાજીની રકમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમા તેમને મળેલી ભેટને હરાજી કરવામાં આવશે. આ હરાજીની રકમ સચિવાલયમાં કામ કરતાં વર્ગ-4ના કર્મચારીઓની દીકરીઓનાં અભ્યાસ માટે આપવામાં આવશે. આ બાબતે ભૂપેન્દ્ર પટેલે તોષખાનાની ભેટ -સોગાદોનો સર્વે કરવા માટે અધિકારીઓને પણ સુચના આપી દીધી છે. આ પ્રણાલી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શરુ કરી હતી. ત્યારબાદ હવે ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રણાલી અપનાવી છે.