ગૂગલ પોતાના સર્ચ એન્જિનમાં ઉમેરશે નવું ફિચર

  • vatannivat
  • 05-02-2023 06:34 AM

- ગુગલ સર્ચ એન્જીનમાં AI ફીચરનો ઉમેરો કરશે

- આ અંગે સુંદર પિચાઈએ આપી માહિતી

આર્ટિફિશ્યિલ ઇન્ટિલેજન્સ(AI) ફીચર ઉમેરાશે 

આવનારા દિવસોમાં ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિનમાં એઆઇ (આર્ટિફિશ્યિલ ઇન્ટિલેજન્સ) ફીચર ઉમેરશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ આ જાણકારી આપી હતી. ચોથા ક્વાર્ટર માટે કંપનીના પરિણામો જાહેર કરતા તેમણે કહ્યું હતું કે યૂઝર ટૂંક સમયમાં સર્ચમાં લેટેસ્ટ લેંગ્વેજ મોડેલની સાથે સીધી વાતચીત કરી શકશે. 

ગૂગલ ‘લેમ્ડા’નો ઉપયોગ કરશે

સર્ચ દરમિયાન તથ્યો આધારિત અને સામાન્ય વાતચીતના લહેકામાં પરિણામ આપી શકાય એ માટે ગૂગલ ‘લેમ્ડા’ (લેંગ્વેજ મૉડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન)નો ઉપયોગ કરશે. સુંદર પિચાઈએ કહ્યું હતું કે અમે આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની સફરના શરૂઆતના તબક્કામાં છીએ. સૌથી શ્રેષ્ઠ પરિણામ આવવાનું હજુ બાકી છે. ગૂગલની હરિફ કંપની માઇક્રોસોફ્ટે જેમાં રોકાણ કર્યું છે એ ઓપનઆઇનું ચેટબૉટ ‘ચેટજીપીટી’ની આજકાલ દુનિયાભરમાં ચર્ચા છે.