ગુલામ નબી આઝાદે કર્યા કોલકાત્તાનાં વખાણ, સ્વચ્છતા અને આરોગ્ય અંગે આપ્યું નિવેદન

  • vatannivat
  • 15-02-2023 05:48 AM

- કોલકતામાં ભારતની સૌથી સારી અનુશાસિત ટ્રાફિક વ્યવસ્થા 
- કોલકતાના બદલાવ માટેનો ફાળો ત્યાંના નગરનિગમ અને નગરસેવકને જાય છે
   
ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે કરી કોલકતાની સરાહના   
ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ વિશ્વ યુનાની દિવસ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોલકતામાં પહોંચ્યા હતાં.જ્યાં તેઓએ કહ્યું હતું કે કોલકતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેનો શ્રેય આપવો જોઇએ. તેમણે પત્રકારોને કહ્યું કે હું કોલકતાને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક બનાવવા માટે મમતા બેનર્જીને અભિનંદન આપવા માંગુ છું.

વર્તમાન સમયમાં દેશનું સૌથી સારું આરોગ્ય માળખું 
ગુલામ નબી આઝાદે વધુમાં કહ્યું કે હું ગત ૪૫ વર્ષથી કોલકતા આવી રહ્યો છું અને ત્યારે હું કોંગ્રેસ યુથની સાથે હતો. તે સમયે કોલકતા સૌથી ગંદા શહેરોમાંથી એક હતું. આજે કોલકતા બદલાઇ ગયું છે અને તેનો શ્રેય મમતા બેનર્જી તેમજ તેમના નગર નિગમ અને નગરસેવકોને જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્તમાનમાં કોલકતામાં દેશનું સૌથી સારૂ આરોગ્ય માળખુ જોવા મળે છે. આઝાદે કહ્યું કે મને લાગે છે કે ભારતનની સૌથી અનુશાસિત ટ્રાફિત વ્યવસ્થા કોલકતામાં છે. તેનો પણ શ્રેય મુખ્યમંત્રી અને ટ્રાફિક પોલીસને જવો જોઇએ. મે ચિકિતસકોથી વાત કરી અને અનુભવ્યું કે શહેરનું આરોગ્ય માળખુ પણ ભારતમાં સૌથી સારૂ છે.