ગઝલ ગાયક મનહર ઉધાસ ભાજપમાં જોડાયા, જાણો ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું

  • vatannivat
  • 03-08-2022 09:25 AM

-  હવે હું પાર્ટી માટે ગીતો ગાઈશ અને લખીશ : મનહર ઉધાસ

-  સદસ્યતા અભિયાન દરમ્યાન ભાજપમાં જોડાયા મનહર ઉધાસ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપમાં સામેલ થયા મનહર ઉધાસ

આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ પણ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સદસ્યતા અભિયાન દરમિયાન ગઝલ અને પ્લેબેક સિંગર મનહર ઉધાસ મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાર્ટીના ગાંધીનગર કાર્યાલયમાં મનહર ઉધાસને સંગઠનમાં સામેલ કર્યા હતા.

શું કહ્યું મનહર ઉધાસે

મનહર ઉધાસે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે અને દરેક શક્ય રીતે લોકોની સેવા કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું, 'મને ખુશી છે કે હું નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. હું મોદીજીનો ચાહક રહ્યો છું. ભાજપમાં જોડાવાનો મારો એકમાત્ર ઉદ્દેશ્ય પાર્ટી અને મોદીજી દ્વારા થઈ રહેલા કામમાં સહયોગ આપવાનો છે. હું એક કલાકાર હોવાથી પાર્ટી માટે ગીતો લખીશ અને ગાઈશ.