ટી-20 વિમેન્સ વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા થઈ જાઓ તૈયાર

  • vatannivat
  • 04-02-2023 05:22 AM

- 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ ગ્રુપ-બી માં

-  ભારત-પાકિસ્તાન વચ્ચે ની મેચ 12 ફેબ્રુઆરીએ રોમાચંક રહેશે

ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં 

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે મેદાન પર કોઈ ICC ટૂર્નામેન્ટ રમવા ઉતરે ત્યારે સૌથી પહેલાં ચાહકોની નજર પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મુકાબલા પર જ  હોય છે. આ મહિનાથી આફ્રિકામાં મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં છે અને તેના વચ્ચે પહેલી ટક્કર રોમાંચક રહેશે.

સાઉથ આફ્રિકામાં 10 થી 26 ફેબ્રુઆરી વચ્ચે મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ 

ICCની વધુ એક મોટી ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય અન્ડર-19 ટી-20 વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી છે. હવે ભારત સળંગ બીજા વર્લ્ડકપ ખીતાબ હાંસલ કરવા મેદાનમાં ઉતરશે. સાઉથ આફ્રિકામાં 10 થી 26 ફેબ્રુઆરી વચ્ચે મહિલા ટી-20 વિશ્વકપની આઠમી એડિશનનું આયોજન થવાનું છે. 10 ટીમો તેમાં ભાગ લેશે અને 17 દિવસમાં કુલ 23 મુકાબલા રમવામાં આવશે. આ તમામ મુકાબલાઓ વચ્ચે સૌની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે.

10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી 

મહિલા ટી-20 વર્લ્ડકપમાં ઉતરી રહેલી તમામ 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-એ માં સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ-બી માં ભારતની ટીમને પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વિન્ડિઝ સાથે રાખવામાં આવી છે.

ભારત ટી-20 વિમેન્સ વિશ્વકપ ની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ ની મેચથી કરશે 

ભારતીય ટીમ પોતાના ટી-20 વિમેન્સ વિશ્વકપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલાથી કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. જો બન્ને ટીમો આ ગ્રુપમાંથી નોકઆઉટમાં પહોંચે છે તો પછી ફાઈનલમાં તેમના વચ્ચે મુકાબલો થઈ શકે છે. વિશ્વકપનો ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમવામાં આવશે.