કલોલમાં 750 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ, અમિત શાહની ગુજરાતને મોટી ભેટ

  • vatannivat
  • 27-09-2022 11:48 AM

- એક્સ-રે, રેડિયોલોજી, લેબોરેટરી, ઓપરેશન થિયેટર સહિતની ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ

- અમિત શાહે રૂપાલમાં 'રુપલ વરદાયિની માતા' મંદિરમાં દર્શન કર્યા 

કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર (KRIC) દ્વારા નિર્માણાધીન હોસ્પિટલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના નાગરિકોને મોટી ભેટ આપી છે. અમિત શાહ દ્વારા 750 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તે હોસ્પિટલ કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર (KRIC) દ્વારા નિર્માણાધીન છે. અમિત શાહે મંગળવારે સવારે ગાંધીનગરના કલોલ શહેરમાં KRIC કોલેજ કેમ્પસમાં હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો.

હોસ્પિટલમાં કઈ સુવિધાઓ 

હોસ્પિટલમાં ઓપીડી, ઇન્ડોર સુવિધાઓ, એક્સ-રે, રેડિયોલોજી, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, પ્રસૂતિગ્રહ, આઈસીયુ અને અલ્ટ્રાસાઉન્ડ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ છે. 

રૂપાલમાં 'વરદાયિની માતા' ની પૂજા-અર્ચના કરી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે ગુજરાતના રૂપાલમાં 'વરદાયિની માતા' મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને નવનિર્મિત 'સ્વર્ણ ગર્ભગૃહ'નું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા અંડરપાસ પરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો બપોરે લેકવાડા ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના નવા બિલ્ડીંગનો શિલાન્યાસ પણ કર્યો હતો. ગૃહમંત્રીએ અંબોડના મહાકાળી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાંજે પવિત્ર 'યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા મંદિરના વિકાસ માટે વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ શાહે ગુજરાતના માણસામાં સમુ ખાતેની પ્રાથમિક શાળામાં શહીદ સ્મારક અને પુસ્તકાલયના ભૂમિપૂજનમાં પણ ભાગ લીધો હતો.