નીતિ આયોગનાં CEOની નિયુક્તિ, પૂર્વ IAS અધિકારી BVR સુબ્રહ્મણ્યમને સોંપાઈ જવાબદારી

  • vatannivat
  • 23-02-2023 07:32 AM

- NITI આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બી.વી.આર સુબ્રમણ્યમની નિમણુંક, જે પરમેશ્વરન ઐયરની જગ્યા લેશે 

- સુબ્રહ્મણ્યમની વર્ષ 2018માં જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ તરીકે પણ નિમણૂક થયેલ 

બી.વી.આર સુબ્રહ્મણ્યમ, છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી

આંધ્રપ્રદેશના બી.વી.આર સુબ્રહ્મણ્યમ, છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી હતા. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી છે. ભૂતપૂર્વ IAS અધિકારી બી.વી.આર સુબ્રમણ્યમને સરકાર દ્વારા NITI આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરાયા, જે પરમેશ્વરન ઐયરની જગ્યા લેશે. બીવીઆર સુબ્રહ્મણ્યમને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગળના આદેશો સુધી બે વર્ષના સમયગાળા માટે મંજૂરી અપાઈ છે. પરમેશ્વરન ઐયરને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે વિશ્વ બેંકના મુખ્યાલય, વોશિંગ્ટન ડીસી, યુએસએ ખાતે તૈનાત છે.

બી.વી.આર સુબ્રહ્મણ્યમે 2015 સુધી PMOમાં સેવા આપેલ 

છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી બી.વી.આર સુબ્રમણ્યમ આંધ્રપ્રદેશના છે. તેમને 2004 થી 2008 ની વચ્ચે, 56 વર્ષીય અધિકારીએ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના ખાનગી સચિવ તરીકે સેવા આપી હતી. વર્લ્ડ બેંક સાથે થોડો સમય વિતાવ્યા બાદ તેઓ 2012માં વડાપ્રધાન કાર્યાલયમાં પાછા ફર્યા હતા. બી.વી.આર સુબ્રહ્મણ્યમે 2015 સુધી PMOમાં સેવા આપી હતી.

સુબ્રહ્મણ્યમના કાર્યકાળમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ થયો

વર્ષ 2018 માં,અધિકારીની જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન, રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ થયો અને J&K ને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યુ હતું . મળતી માહિતી મુજબ બી.વી.આર સુબ્રહ્મણ્યમ જેવા કેટલાક અધિકારીઓમાં સામેલ હતા જેમને જમ્મુ અને કાશ્મીર અંગે કેન્દ્રના નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેની પહેલેથી જ જાણકારી હતી.

નીતિ આયોગ ની સ્થપાના

1 જાન્યુઆરી, 2015 ના રોજ નીતિ આયોગ ની સ્થપાના કરવામાં આવી હતી. NITI (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રાન્સફોર્મેશન ઇન્ડિયા) કમિશને 2014 માં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન સત્તામાં આવ્યા પછી આયોજન પંચનું સ્થાન લીધું હતું. નીતિ આયોગની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી 2015ના રોજ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

NITI AAYOGના ઉદેશો 

NITI AAYOGના ઘણા ઉદ્દેશ્યો પૈકી સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું, રાજ્યોની સક્રિય ભાગીદારી સાથે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ, ક્ષેત્રો અને વ્યૂહરચનાઓનું સહિયારું વિઝન વિકસાવવું અને ગ્રામ્ય સ્તરે વિશ્વસનીય આયોજન પદ્ધતિ વિકસાવવી અને સરકારના ઉચ્ચ સ્તરે તેમને ક્રમશઃ ગતિશીલ બનાવવી વગેરેનો સમાવેશ થાય છે.