ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન

  • vatannivat
  • 21-02-2023 07:52 AM

- રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું 

- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત અનેક નેતાઓ એ ઓ.પી.કોહલીને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી

ઓ.પી. કોહલી ગુજરાતના રાજ્યપાલ હતા

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ સહીત અનેક  નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

કોણ હતા ઓમપ્રકાશ કોહલી 

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગષ્ટ 1935માં દિલ્હી ખાતે થયો હતો. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઓમપ્રકાશ કોહલી ભારતના લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી હતાં  તેઓ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA ) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખની જવાબદારી નિભાવી હતી અને 37 વર્ષથી વધુ સમયથી દિલ્હીની હંસરાજ કોલેજ તથા દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી હતી

ઓમપ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા

વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ BJP ના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા . ઈમરજન્સી દરમિયાન એમઆઈએસએ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું હતું. ઓમપ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે ’ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી’, ’એજ્યુકેશન પોલિસી’ અને ’ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના’ જેવા પુસ્તકો લખ્યા છે.