ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન ક્યાં થશે જાણો

  • vatannivat
  • 09-01-2023 04:52 AM

- આથિયા અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ભવ્ય બંગલોમાં થશે. 

- આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમના મિત્રોને 21 થી 23 જાન્યુઆરી વચ્ચે ફ્રી રહેવા જણાવ્યું 

20 મી જાન્યુઆરી બાદ સુનીલ શેટ્ટીના ઘરે ઢોલ ઢબૂકવાના છે

લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે,આથિયા શેટ્ટી અને કેઅલ રાહુલ લગ્ન ક્યારે કરશે ? કઈ જગ્યાએ લગ્ન કરશે ?  જો કે મળતા સમાચાર મુજબ, 20 મી જાન્યુઆરી બાદ સુનીલ શેટ્ટીના ઘરે ઢોલ ઢબૂકવાના છે. આથિયા અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ભવ્ય બંગલોમાં થવાના છે. એક્ટરનું ઘર પહાડોની વચ્ચે આવેલું હોવાથી ફાઈવ સ્ટાર રિસોર્ટને પણ ટક્કર મારે તેવું છે. આથિયા શેટ્ટી અને કેઅલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં.


આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન ખાનગી રહેશે 

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. તેમના લગ્ન એકદમ ખાનગી રહેશે. ક્રિકેટ અને બોલિવુડની દુનિયાના કેટલાક જાણીતા સેલેબ્સ અને શેટ્ટી પરિવારના બિઝનેસ ફ્રેન્ડ્‌સ ફંક્શનમાં હાજરી આપે તેવી શક્યતા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું પણ પ્લાનિંગ કર્યું છે. જેમાં એન્ટરટેન્મેન્ટ, સ્પોર્ટ્‌સ, બિઝનસ તેમજ રાજકારણના કેટલાક લોકો હાજર રહેશે. રિસેપ્શન લગ્ન બાદ તરત જ નહીં પરંતુ એપ્રિલમાં થવાનું છે.


આથિયા શેટ્ટી લગ્ન પર પર્ફેક્ટ દેખાવા માટે ડાયટિંગનું ચુસ્ત પાલન કરવા લાગી

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પણ તેમના જીવનના આ ખાસ દિવસ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. મળતીમાહિતી મુજબ પ્રમાણે, આથિયા આમ તો નિયમિત જિમ જાય છે, પરંતુ પોતાને પર્ફેક્ટ શેપમાં રાખવા માટે ડાયટિંગનું ચુસ્ત પાલન કરવા લાગી છે. સ્પેશિયલ ડે પર પર્ફેક્ટ દેખાવા માટે તેણે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ પાસેથી પણ પ્રેરણા લીધી. આ તમામ એક્ટ્રેસિસ પણ લગ્ન પહેલા ડાયટ પર રહી અને જંક ફૂડ ખાવાથી બચતી હતી. આથિયાએ પણ ડાયટમાં લિક્વિડ અને બાફેલા શાકભાજી લેવાનું શરૂ કર્યું છે.


આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમના મિત્રોને 21 થી 23 જાન્યુઆરીની વચ્ચે ફ્રી રહેવા કહ્યું

આથિયા શેટ્ટી લગ્નના દિવસે ડિઝાઈનર લહેંગો પહેરશે,અને કેએલ રાહુલ પણ તેની સાથે ટિ્‌વનિંગ કરશે તેમ કહેવાય છે. બંનેએ તેમના મિત્રોને 21 થી 23 જાન્યુઆરીની વચ્ચે ફ્રી રહેવા માટે પણ કહ્યું છે. માહિતી મુજબ માનીએ તો, એક્ટ્રેસનો લહેંગો સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા બનાવી રહ્યો છે. આથિયા શેટ્ટીના બર્થ ડે પર વિશ કરતાં કેએલ રાહુલે તેમના રિલેશનશિપને કન્ફર્મ કર્યુ હતું. આથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ’તડપ’ના સ્ક્રીનિંગમાં આથિયાએ કેએલ રાહુલ સાથે કપલ તરીકે એન્ટ્રી મારી હતી. આ દરમિયાન ક્રિકેટરનું શેટ્ટી પરિવાર સાથેનું બોન્ડિંગ જોવા જેવું હતું.