પૂરગ્રસ્ત ડાંગવાસીઓની વહારે વડોદરાનું કર્તવ્ય ટ્રસ્ટ

  • vatannivat
  • 25-07-2022 09:37 AM

ડાંગમાં પુરનાં કારણે વિકટ પરિસ્થિતિ

ડાંગ જિલ્લામાં પૂરને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે વડોદરાનું કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઇને જિલ્લાવાસીઓની મદદે પહોંચ્યું હતું.

ડાંગ જિલ્લામાં આવેલા પૂર ના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સ્વયંસેવકો ડાંગના વડામથક પહોંચ્યા હતા. અને ચોપડા, કપડા, અનાજની કિટ, વાસણ, તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સામગ્રી ડાંગ જિલ્લા પ્રશાસનના હસ્તકે આપીને જનસેવા એ જ પ્રભુ સેવા ઉક્તિને ચરિતાર્થ કરી હતી. તેવું ટ્રસ્ટના રણજીતસિંહે જણાવ્યું હતું.