ધ કાશ્મીર ફાઇલ્સનાં ડાયરેક્ટરે દિલ્હી હાઇકોર્ટની માંગી માફી, જાણો કારણ

  • vatannivat
  • 06-12-2022 11:48 AM

- વિવેક અગ્નિહોત્રીએ ન્યાયાધીશ મુરલીધર પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો

- દિલ્હી હાઈકોર્ટે વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અવમાનના ની નોટિસ જારી કરતા ડાયરેક્ટરે માંગી માફી

વિવેક અગ્નિહોત્રીને 16 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ 

ધ કાશ્મીર ફાઇલ્સ અને તે ફિલ્મનાં ડાયરેક્ટર હમણાં હમણાં વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ કેસમાં દિલ્હી હાઈકોર્ટની બિનશરતી માફી માંગી છે. નોંધનીય છે કે તેણે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન આપ્યાના મામલે જજ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જોકે માફી માંગવા છતાં વિવેક અગ્નિહોત્રીએ કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે તેને 16 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો

વિવેક અગ્નિહોત્રીએ ગૌતમ નવલખાને રાહત આપવાના આદેશને કારણે જજ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જે બાદ દિલ્હી હાઈકોર્ટે આ મામલાની નોંધ લેતા વર્ષ 2018માં વિવેક અગ્નિહોત્રી અને આનંદ રંગનાથન વિરુદ્ધ અવમાનનાની નોટિસ જારી કરી હતી. આ પછી કોર્ટે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.