સાળંગપુર હનુમાનજી મંદિરે 2023 વર્ષના પ્રથમ દિવસે હિમાલયની ઝાંખી કરાવતો શણગાર

  • vatannivat
  • 02-01-2023 11:08 AM

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જામ્યું

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર જામ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો એ 2023 ની શરૂઆતના પ્રથમ દિવસે દાદાના અદભુત દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રિસિદ્ધ એવા સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ છે .જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. 

હનુમાનજી દાદાને વિશેષ હિમાલયની ઝાંખી કરાવે તેવો વિશેષ શણગાર 

શ્રી હનુમાનજી દાદાને વિશેષ હિમાલયની ઝાંખી કરાવે તેવો વિશેષ શણગાર દાદાને કરવામાં આવ્યો હતો.તેવામાં અલોકીક મુદ્રામાં દાદાના દર્શન કરી ભક્તો પણ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરતા હતા. આટલી ભીડમાં પણ મંદિર પ્રશાસન દ્વારા તમામ ભાવિભક્તો દાદાના દર્શન કરી શકે,તે માટે સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.