દલાઇ લામાએ ભારતના વખાણ કર્યા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 23-01-2023 11:06 AM

- “ભારત એક લોકતાંત્રિક દેશ છે” : દલાઇ લામા

- તિબેટ પરત ફરવાની કોઈ યોજના નથી : તિબેટીયન આધ્યમિક ગુરુ

ધર્મનિરપેક્ષ સિદ્ધાંત અદ્દભૂત

તિબેટીયન આધ્યમિક ગુરુ દલાઇ લામાએ ભારતીય લોકશાહીમાં ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોના વખાણ કર્યા હતા. IIP ને સંબોધન કરતા સમયે દલાઇ લામાએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી સાથેની પોતાની બેઠકો પણ યાદ કરી હતી. આ દરમ્યાન દલાઇ લામાએ જણાવ્યું હતું કે, ભારત એક લોકતાંત્રિક દેશ છે. જ્યાં તમામ મોટી વૈશ્વિક પરંપરાઓ એક સાથે વસવાટ કરે છે. ધર્મનિરપેક્ષ સિદ્ધાંત અદ્દભૂત છે. દલાઇ લામાએ જણાવ્યું હતું કે, તેમને મહાત્મા ગાંધીને મળવાની તક ન મળી હતી, પરંતુ જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને મળવાનો મોકો મળ્યો હતો. 

દલાઈ લામાએ શું કહ્યું

ભારતમાં તેમના રોકાણ વિશે બોલતા દલાઇ લામાએ જણાવ્યું હતું કે, દેશમાં રહેવું અદ્ભુત છે. હું ભારત સરકારનો મહેમાન છું. હું તેની પ્રશંસા કરું છું. તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ જણાવ્યું હતું કે, તેમની તિબેટ પરત ફરવાની કોઈ યોજના નથી. કારણ કે, તેઓ ભારતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહેમાન છે, જે તેના યજમાનને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આપે.દલાઇ લામા જણાવ્યું હતું કે, અમારા ભાઈઓ અને બહેનો, અમે ખાસ કહીએ છીએ કે, જ્યારથી હું શરણાર્થી બન્યો છું અને આ દેશમાં રહું છું, ત્યારથી મેં ભારતીય વિચાર અને તર્ક શીખ્યા છે. 

ભાવિ દલાઈ લામાની પસંદગી વખતે ચીન વૈશ્વિક બૌદ્ધ સમર્થન પણ માંગે છે  

ઉલ્લેખનીય ગણાશે કે ચીન આગામી દલાઈ લામાની પસંદગીની ચર્ચામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. તિબેટ રાઈટ્‌સ કલેક્ટિવએ ધ્યાન દોર્યું કે, ભાવિ દલાઈ લામાની પસંદગી વખતે ચીન વૈશ્વિક બૌદ્ધ સમર્થન પણ માંગે છે. નોંધનીય છે કે, ચીન પાકિસ્તાનમાં ગાંધાર બૌદ્ધ ધર્મનો ઉપયોગ કરીને શ્રીલંકાના બૌદ્ધોને તક્ષશિલા અને ગાંધાર જેવા ઐતિહાસિક સ્થળો તરફ આકર્ષવા માટે પાકિસ્તાનને બૌદ્ધ ધર્મના પ્રણેતા તરીકે પ્રમોટ કરવા માટે કરી રહ્યું છે, જેથી માત્ર તેનો પોતાનો હેતુ સિદ્ધ કરી શકાય.