દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દિગ્દર્શક કે વિશ્વનાથનું 92 વર્ષની ઉંમરે નિધન

  • vatannivat
  • 03-02-2023 11:51 AM

તેલુગુ સિનેમાના મહાન દિગ્દર્શકોમાંના એક કે વિશ્વનાથનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. કે વિશ્વનાથ ઉંમર સંબંધિત ગંભીર બિમારીઓથી પીડિત હતા. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કે વિશ્વનાથને વર્ષ 2017માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ હતા. કે વિશ્વનાથને કલા તપસ્વી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓને પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, તેમજ રાજ્ય નંદી પુરસ્કાર, 10 ફિલ્મફેર પુરસ્કાર દક્ષિણ અને એક હિન્દીમાં ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા .


વર્ષ 1992 માં, કે વિશ્વનાથને આંધ્રપ્રદેશ રાજ્ય રઘુપતિ વેંકૈયા પુરસ્કાર અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે નાગરિક સન્માન પદ પણ મળ્યું હતું. કે વિશ્વનાથે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂવાત ઑડિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી અને 60 વર્ષના ગાળામાં તેમણે પર્ફોર્મન્સ આર્ટ, વિઝ્યુઅલ આર્ટ અને સૌંદર્ય શાસ્ત્ર આધારિત ફિલ્મો સહિત વિવિધ શૈલીઓમાં 53 ફીચર ફિલ્મોનું નિર્દેશન કરેલ છે.


કે વિશ્વનાથની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 1965માં અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવની અભિનીતમાં 'ગોવરમ' હતી. તેમની સૌથી મોટી ફિલ્મોમાં શંકરાભરનમ, સ્વાતિનુથ્યમ, સાગર સંગમમ અને સ્વયંકૃષ્ણનો સમાવેશ કરવામાં આવેલ છે. દિગ્દર્શકની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં આવેલી 'સુભાપ્રધામ' હતી. આ સાથે 'કાલીસુંદરમ રા', 'નરસિમ્હા નાયડુ', 'ટાગોર' અને 'મિસ્ટર પરફેક્ટ' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કરેલ છે.