અમદાવદમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મુકાબલો, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11

  • vatannivat
  • 01-02-2023 07:48 AM

- ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમોનો અમદાવાદમાં T20  શ્રેણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ 

- વરિષ્ઠ ક્રિકેટરોની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓનું છેલ્લી બંને મેચમાં કંગાળ પ્રદર્શન 

છેલ્લા ચાર વર્ષમાં ન્યૂઝીલેન્ડ સામે  ભારત એકપણ શ્રેણી હાર્યું નથી 

છેલ્લા ચાર વર્ષમાં ન્યૂઝીલેન્ડ સાથે ભારતની આ ચોથી T20 શ્રેણી છે. ભારતે એકપણ મેચ હાર્યા વિના છેલ્લી ત્રણ શ્રેણીઓમા જીતી મેળવી છે. આ વખતે સંજોગો અલગ છે. મુલાકાતી ટીમે પ્રથમ મેચ જીતી લીધી છે અને હાર્દિક પંડ્યાની ટીમે લખનૌમાં 100 રનના લક્ષ્યાંકને માંડ માંડ અડીને શ્રેણી 1-1થી બરાબર કરી છે.આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડ સામે સતત ચોથી T20 સીરીઝ જીતવાનો પડકાર રહેશે.

વરિષ્ઠ ક્રિકેટરોની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડીનું કંગાળ પ્રદર્શન  

રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ક્રિકેટરોની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનો યુવા ટોપ ઓર્ડર છેલ્લી બે મેચોમાં કોઈ સારી છાપ છોડી શક્યો નથી. ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી ત્રણેય રન બનાવી શક્યા નથી. બાંગ્લાદેશ સામેની વનડેમાં બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન હજુ સુધી  સારું પ્રદશર્ન બતાવી શક્યો નથી. ગિલ અહીં તેના વનડે શ્રેણીના ફોર્મ જેવી સારી કોઈ છાપ છોડી શક્યો નથી. આ સાથે જ વિરાટના ત્રીજા નંબરના સ્થાને ત્રિપાઠી કોઈ સારૂ પ્રદર્શન બતાવી શક્યો ન હતો. જો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ લખનૌમાં જો પાર્ટનરશીપ સંભાળી ન હોત તો ભારતને 100 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હોત. આવી સ્થિતિમાં પૃથ્વી શૉને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.

ભારતીય ટીમમાં ફેરફાર માટે ઓછો અવકાશ

ભારતીય ટીમમાં ફેરફારને બહુ ઓછો અવકાશ જોવા મળી રહીયો છે. હાર્દિક અહીં લખનૌની પ્લેઈંગ ઈલેવનને પણ તક આપી શકે છે. તેનું કારણ દાવ પર લાગેલી શ્રેણી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત ફોર્મ બતાવનાર પૃથ્વી શૉ ફરી એકવાર ડગ આઉટમાં બેઠો જોવા મળી શકે છે. ભારતીય સ્પિન જોડી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. અર્શદીપે છેલ્લી મેચમાં પણ સારી બોલિંગ કરી હતી, જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11 

ભારત: શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ/ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.