બંગાળમાં કોરોનાએ ચિંતા વધારી, BF.7 સબ-વેરિઅન્ટના ચાર કેસ મળ્યા

  • vatannivat
  • 05-01-2023 07:23 AM

- બંગાળમાં મળેલ BF.7 સબ-વેરિઅન્ટના પોઝિટિવ વ્યક્તિઓ USથી આવ્યા હતા

- પોઝિટિવ ચાર વ્યક્તિમાંથી ત્રણ બંગાળના નાદિયા જિલ્લાના છે, જ્યારે એક બિહારનો વ્યક્તિ

ચારેય દર્દીઓની હાલત સ્થિર

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના વાઇરસ માથું ઉંચકતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચીન સહિતના અમુક દેશોની પરિસ્થિતિ બગડી રહી છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. તેવામાં કોરોનાએ બંગાળમાં ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના BF.7 ફોર્મના ચાર કેસ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તમામ અમેરિકાથી આવ્યા હતા. તેમણે કહ્યું કે તાજેતરમાં અમેરિકાથી પરત ફરેલા ચાર લોકોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં પુષ્ટિ થઈ છે કે તેઓ નવા પ્રકારના કોરોના વાયરસથી સંક્રમિત છે. ચારેય દર્દીઓની હાલત સ્થિર છે.

જીનોમ સિક્વન્સિંગ બાદ વેરિયન્ટ ની પુષ્ટિ 

અધિકારીના જણાવ્યા પ્રમાણે બંગાળમાં પોઝિટિવ આવેલ ચારમાંથી ત્રણ નાદિયા જિલ્લાના છે, જ્યારે એક વ્યક્તિ બિહારનો છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે. ગયા અઠવાડિયે કોલકાતા એરપોર્ટ પર એક વિદેશી નાગરિક સહિત બે વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પછી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં પુષ્ટિ થઇ હતી કે તેઓને Omicron ના BF.7 સબવેરિયન્ટથી ચેપ લાગ્યો હતો.