2024 લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસ કરશે ગઠબંધનનું નેતૃત્વ, કોંગ્રેસ અધ્યક્ષનો દાવો

  • vatannivat
  • 24-02-2023 07:50 AM

-  તમામ વિપક્ષીદળો એક સાથે મળીને ભાજપને 2024માં પાઠ ભણાવશે: મલ્લિકાર્જુન ખડગે

-  ભાજપની રાજનીતિનો હેતુ નાગાલેન્ડની સ્વદેશી અને અનોખી સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન 

લોકસભાની ચૂંટણીને હવે એક જ વર્ષ બાકી છે. સત્તાધારી ભાજપને કેવી રીતે ટક્કર આપી શકાઈ તેના માટે તમામ વિપક્ષની પાર્ટીઓ ગઠબંધનની રાજનીતિમાં વ્યસ્ત છે. આ સ્થતિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસની આગેવાની હેઠળનું જૂથ 2024માં ભાજપને સત્તામાંથી હટાવવા જઈ રહ્યું છે. આવું તેમને નાગાલેન્ડના દીમાપુરમાં એક ચૂંટણી રેલીમાં ખડગેએ કહ્યું હતું કે, તમામ વિપક્ષીદળો એક સાથે મળીને ભાજપને 2024માં પાઠ ભણાવશે.

કોંગ્રેસ તેની નેતૃત્વની ભૂમિકા છોડવા માટે તૈયાર નથી

કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન સરકાર સત્તામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિયમિતપણે તમામ પક્ષો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યુ છે, કારણ કે લોકશાહી અને બંધારણને બચાવવા ભાજપને હરાવવા જરૂરી છે. તેમણે વધૂમાં કહ્યું કે, કોંગ્રેસ દરેક પાર્ટીને મંત્રણા માટે બોલાવી રહી છે. આગામી ચૂંટણીમાં કેવી રીતે જીત મેળવવી તે અંગે તમામ પક્ષો પણ સતત પોતપોતાના મંતવ્યો શેર કરી રહ્યાં છે. તેથી જ લાગી રહ્યું છે કે ભાજપ માટે બહુમતી મળવી મુશ્કેલ છે. અન્ય તમામ પક્ષો સાથે મળીને બહુમતી મેળવશે અને તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ આ ગઠબંધનની આગેવાની કરશે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ તેની નેતૃત્વની ભૂમિકા છોડવા માટે તૈયાર નથી.

ભાજપે ક્યારેય નાગાલેન્ડની ચિંતા કે પ્રાથમિકતા કરી નથી

ખડગેએ જણાવ્યું કે, નાગાલેન્ડની ક્યારેય ભાજપે ચિંતા કે પ્રાથમિકતા કરી નથી. ભાજપની રાજનીતિનો હેતુ એવો છે કે,નાગાલેન્ડની સ્વદેશી અને અનોખી સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે. આથી તમારે તમારી સંસ્કૃતિ પરના આ હુમલા, ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ સામે ઉભા રહેવું પડશે. ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે, કોંગ્રેસે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો, શું આઝાદી માટે ભાજપના કોઈ નેતાને ફાંસી આપવામાં આવી, કોઈ જેલમાં ગયું છે ખરું ?