ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

  • vatannivat
  • 11-11-2022 06:13 AM

- કોંગ્રેસે બીજી યાદીમાં 46 ઉમેદવારોનાં નામની કરી જાહેરાત 

- ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે

કોંગ્રેસે પહેલા 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી 

1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે મોડી રાત્રે 46 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 46 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી યાદી જાહેર થતાં જ પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા 89 થઈ ગઈ છે. કોંગ્રેસે ગત શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

સીટિંગ ધારાસભ્યોને ટિકિટ 

બીજી યાદીમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં જૂનાગઢથી ભીખાભાઇ જોશી, ટંકારાથી લલિત કગથરા, દસાડાથી નૌશાદ સોલંકી, ચોટીલાથી ઋત્વિક મકવાણા, સોમનાથથી વિમલ ચુડાસમા, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાથી અમરીશ ડેર સહિતના સીટિંગ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 

બે તબક્કામાં ચૂંટણી યોજાશે, મતગણતરી 8 ડિસેમ્બરે થશે 

કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પરથી હટાવવા માટે માંગ કરી રહી છે. ગુજરાતમાં ભાજપ બે દાયકા કરતા વધુ સમયથી સત્તામાં છે. 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

કોંગ્રેસે જાહેર કરેલ બીજી યાદી :