કરિયરની ટોચ પર આવીને, 'મા બનવાના' નિર્ણય અંગે આલિયાનું મોટું નિવદેન

  • vatannivat
  • 03-01-2023 05:45 AM

આલિયા ભટ્ટ એ પોતાનું બોલિવુડમાં ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કર્યું હતું .એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે 2022નું વર્ષ ખૂબજ સારું રહ્યું હતું. તેની ફિલ્મો ’ગંગુબાઈ કાઠિયાવાડી’, ’ડાર્લિંગ્સ’ અને ’બ્રહ્માસ્ત્ર’ને દર્શકોએને પસંદ આવી હતી,સાથે ફિલ્મોએ સારી એવી કમાણી કરી હતી. આલિયા ભટ્ટે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે એપ્રિલમાં લગ્ન કર્યા હતા, અને નવેમ્બરમાં કપલને ત્યાં દીકરી રાહાનો જન્મ થયો હતો. 


આલિયા ભટ્ટ પોતાની કરિયરના ટોચ પર છે, ત્યારે જ તેણે લગ્ન કરવાનો અને મા બનવાનો આવા નિર્ણય કરતાં કેટલાય લોકોને આશ્ચર્ય થયું હતું. લોકોનું માનવું એવું છે કે, આ નિર્ણયના લીધે તેના કરિયર પર અસર પડી શકે છે. હવે આ સમગ્ર મુદ્દે આલિયાએ મૌન તોડ્યું અને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે પોતાની અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઈફના નિર્ણયો દિલથી લે છે. તેણે વધુમાં જણાવ્યું કે, "જીવનમાં કંઈ જ સાચું કે ખોટું નથી. મારા માટે જે વસ્તુ સાચી હોય કે યોગ્ય છે,તે બીજા માટે ખોટી પણ હોઈ શકે છે. હું એવી વ્યક્તિ છું, ફિલ્મો હોય કે જીંદગી મેં હંમેશા મારા દિલની વાત જ માની છે. 


આલિયાએ કહ્યું, "હા, મેં મારા કરિયરની પીક પર આવીને લગ્ન કર્યા અને બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કોણ કહે છે, કે લગ્ન કરવાથી કે મા બનવાથી મારા કામમાં કોઈ પરિવર્તન આવશે ? જો આવું થાય તો પણ મને જરાય પણ ચિંતા નથી. 'મને જીવનમાં ક્યારેય બાળક લાવવાના નિર્ણય પર પસ્તાવો નહીં થાય. આ મારો અત્યાર સુધીનો સૌથી સારો નિર્ણય છે,મને આનાથી વધુ ખુશી પહેલા ક્યારેય નથી મળી." 


આલિયાનું માનવું છે,કે માના રૂપમાં દરેક ક્ષણ વધુ અર્થસભર બની છે. તે પોતે એક્ટર તરીકે પોતાના પર વિશ્વાસ રાખે છે. તેનું કહેવું છે કે, જો તમે તનતોડ મહેનત કરતા હસો, અને સારા એક્ટર હશો તો લોકોને તમારી સાથે કામ કરવા ઈચ્છશે. 'જો કોઈ કામ તમારી પાસે ના પણ આવે તો વાંધો નહીં, કદાચ ત્યારે તમારો સમય સારો નહીં હોય'.હું મારા કામને મહત્વ આપું છું,પરંતુ આની સિવાય પણ જીવનમાં ઘણી વસ્તુઓ પર ધ્યાન આપું છું. હું બંને વચ્ચે સંતુલન જાળવવા માગું છું.  હું હંમેશા મારું દિલ કહે તે જ કરૃ છું.