મધ્યપ્રદેશમાં દારૂને લઇને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, જાણો શું નિર્ણય કર્યો

  • vatannivat
  • 22-02-2023 04:50 AM

- શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓથી દારૂની દુકાનોનું અંતર 50 મીટર થી વધારીને 100 મીટર કરાશે 

- મધ્યપ્રદેશમાં દારૂ પીને વાહન ચલાવનારનું લાયસન્સ રદ કરાશે 

દારૂનો વપરાશ ઘટાડવા મધ્યપ્રદેશ સરકારનો નિર્ણય 

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણએ દારૂના વપરાશને લઈને મોટો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં દારૂના વપરાશને ઘટાડવા માટે, શિવરાજસિંહ ચૌહાણએ કેબિનેટમાં રાજ્યમાં ચાલતા તમામ બાર બંધ કરવા, દારૂની દુકાન પર બેસીને દારૂ પીવાની સુવિધાને સમાપ્ત કરવા અને માત્ર દારૂની દુકાને જથ્થાબંધ વેચવાની દરખાસ્તને જ મંજૂરી આપી છે. 

ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાથી દારૂની દુકાનોનું અંતર વધારે દૂર કરાશે 

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, “શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓથી દારૂની દુકાનોનું અંતર 50 મીટર થી વધારીને 100 મીટર કરવામાં આવ્યું છે. તેમજ મધ્યપ્રદેશમાં હવે દારૂ પીને જો કોઈ વાહન ચલાવશે તો ચલાવનારાનું લાયસન્સ રદ કરવામાં આવશે.

મધ્યપ્રદેશના લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તાઓ દેવાનો નિર્ણય 

નરોત્તમ મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે “મધ્યપ્રદેશના લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળા રસ્તાઓ આપવાનો નિર્ણય કરીને રાજ્ય સરકારના જાહેર બાંધકામ વિભાગને 4160 કરોડની વધારાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ સાથે, લગભગ 8171 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. તેમજ ગ્વાલિયર જિલ્લામાં ગ્વાલિયર ગ્રામીણ નામથી એક નવો તહસીલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.